રાજકોટમાં કોરોનાથી મોતની ગતિ વધી: 15 ના મોત

રાજકોટમાં નવા કેસોમાં ઘટાડો યથાવત, આજે બપોર સુધીમાં ૩૦ કેસ

રાજકોટમાં છેલ્લા બે દિવસથી કોરોનાથી થતા મૃત્યુ આંકમાં ખૂબ જ ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું હતું. ત્યાં આજે ફરીવાર કોરોનાએ ગતિ પકડતા છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજકોટની કોવિડ હોસ્પિટલમાં વધુ ૧૫ દર્દીઓના મૃત્યુ થયાનું નોંધાયું હતું.

Subscribe Saurashtra Kranti here

આજે તા.૨૫ ને મંગળવારે બપોર સુધીમાં કોરોનાના નવા ૩૦ કેસ નોંધાયા હતા. ગઈ કાલના એટલે કે સોમવારના કુલ કેસ ૧૫૨ નોંધાયા હતા. તે રીતે શહેરમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા વધીને ૪૧૨૦૧ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં કુલ ૩૯૮૬૬ દર્દીઓ કોરોનાને મહાત કરીને ઘરે હેમખેમ પરત ફરેલ છે. આ રીતે શહેરનો પોઝીટીવીટી રેટ બે દિવસમાં જ ૫ ટકા થી નીચે ઉતારીને 3.૬૬ ટકા થઇ ગયો છે.

Read About Weather here

શહેરની કોવિડ હોસ્પિટલમાંથી બે દિવસ દરમ્યાન ૨૩૭ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here