રાજકોટમાં આવું પણ બને ખરી!?

રાજકોટમાં આવું પણ બને ખરી!?
રાજકોટમાં આવું પણ બને ખરી!?

ઓશો કલીનીકની આડમાં નકલી ડોક્ટર દંપતીએ લાખોની દવા વેચી મારી?

ચારેક વર્ષથી બિનઉપયોગી એકસપાયરી ડેટની સીરપમાં ચવનપ્રાશ અને મધ ભેળવી તેના બોક્ષ પર નવા સ્ટીકર મારી વેચાણ કરી દેતા નકલી એફ.એસ.એસ.આઈ નંબરનો ઉપયોગ કરનાર વ્રજરાજ ઓર્ગેનિકનાં માલિકની ફરિયાદ પરથી દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો


રાજકોટમાં કિડની અને ડાયાબીટીસ સહિતના રોગો મટાડી દેવાનો દાવો કરનાર ધો.12 પાસ પરેશ પટેલ ઉર્ફે પરેશ ચોવટીયા (રહે. રામનગર, ગોંડલ રોડ)ના ઢેબર કોલોનીની શ્રમજીવી સોસાયટીમાં આવેલા ગોડાઉન અને એસ.ટી. બસ ડેપોના ત્રીજા માળે આવેલા ઓશો મેડીકેર નામના દવાખાનામાંથી એસઓજીએ એકંદરે ર4 લાખ રૂપિયાની કિંમતની એકસપાયરી ડેટની આયુર્વેદિક સીરપ, ટેબલેટ અને કેપ્સ્યુલનો જથ્થો કબ્જે કર્યો છે.

જે દવાના જથ્થામાં ખોટા એફ.એસ.આઈ નંબર નાખી વેચાણ કરતા હોવાનું ખુલતા વ્રજરાજ રાજ ઓર્ગોનિકના માલિકની ફરિયાદ પરથી દંપતી સહિત ત્રણ સામે ગુનો દાખલ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ એસ.ઓ.જી શાખાની તપાસમાં એવી ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે ગોટાળેબાજ પરેશ પટેલ એકસપાયરી ડેટની કીડની, ડાયાબીટીસ અને ઈમ્યુનિટી બુસ્ટરની સીરપની બોટલો એક મોટા ડ્રમમાં મીકસ કરી તેમાં ચવનપ્રાશ અને મધનો ઉમેરો કરી તેને ફરીથી બોટલમાં નાખી નવા લેબલ લગાડી દર્દીઓને પધરાવી તેમના આરોગ્ય અને જીંદગી સાથે ગંભીર ચેડા કરતો હતો.

ચોંકાવનારી વાત એ છે કે પરેશ પટેલ છેલ્લા ચારેક વર્ષથી સમયથી આ પ્રકારની ગોલમાલ કરતો હતો.આમ છતાં સરકારી તંત્રની આંખો ઉપર પાટા બાંધ્યા હોય તેમ કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. હવે એસઓજી સાથે ફુડ એન્ડ ડ્રગ વિભાગે પણ તપાસમાં ઝુંકાવી સીરપ અને દવાઓના નમુના લઈ તેને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી દીધા છે.

પ્રાથમિક તપાસમાં આરોપી ડોકટર પરેશ હરિલાલ અને તેની પત્ની મીનલબેન કોઈ ડોકટર કે મેડિકલની ડીગ્રી ધરાવતા નથી.બન્ને જણાએ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરવા માટે ગોંડલ રોડ પર આવેલી સમૃદ્ધિ ભવનમાં રુદ્ર ગ્રાફિક્સના મલિક પ્રિન્સ હિતેશ દઢણીયા પાસે ખોટા એફ.એસ.એસ.આઈના સ્ટીકર છપાવ્યા હતા.

Read About Weather here

ચાર વર્ષથી ચાલતા દવાના કૌભાંડમાં વ્રજરાજ ઓર્ગોનિકના માલિક ઉપેન્દ્ર ડાયભાઈ નથવાણી ( ઉ.વ 42) ના ખોટા નંબરોનો ઉપયોગ કરાતો હતો. જેથી વ્રજ રાજ ઓર્ગોનિકના માલિકની ફરિયાદ પરથી આરોપી ડોકટર પરેશ હરિલાલ (ઉ.વ 47 રહે. રામનાથનગર, ગોંડલ રોડ ) તેની પત્ની મીનલબેન પરેશભાઈ હરિલાલ, સ્ટીકર છાપી આપનાર પ્રિન્સ હિતેશભાઈ દઢાણીયા ( ઉ.વ 24 રહે. આલાપ ગ્રીન સીટી ) ની સામે આઈપીસી 465, 467, 272, 274, 275,120 બી 34 મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.(5.5)


ઓશો મેડીકર – ગોડાઉનમાંથી મળેલી દવાનો જથ્થા એકસપાયરી હોવા છતાં વેચાણ ચાલતું’તું

એસઓજીએ પરેશ પટેલના શ્રમજીવી સોસાયટીમાં આવેલા ગોડાઉનમાંથી જુદા જુદા 43 પ્રકારની આયુર્વેદીક સીરપ, ટેબલેટ અને કેપ્સુલનો જથ્થો કબ્જે કર્યો હતો. આ મોટા ભાગની દવાઓ એકસપાયરી ડેટની છે. જેની કિંમત ર1.50 લાખ આંકવામાં આવી છે.
ગોડાઉનમાંથી એસઓજીએ 1.50 લીટર જુદી જુદી સીરપ મીકસ કરેલો ડ્રમ પણ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહી બાદ આજે પીએસઆઈ અંસારીએ તેના એસ.ટી.બસ ડેપોમાં આવેલા ઓશો મેડીકેર નામના કલીનીક અને મેડીકલ સ્ટોરમાંથી વધુ ર થી 2.50 લાખની સીરપ અને ગોળીઓનો જથ્થો કબ્જે કર્યો હતો. આમાંથી કેટલો જથ્થો એકસપાયરી ડેટનો છે, તેની મોડી રાત સુધી તપાસ ચાલુ હતી.(5.5)


આર.એમ.સીમાંથી લાયસન્સની મંજૂરી ન મળી છતાં ચાર વર્ષથી દવાનું વેચાણ ચાલ્યું ?

સરકારી તંત્રોની આંખે પાટા બાંધવા માટે પરેશે પોતાનું નામ બદલાવી તેની આગળ ડોકટર લખાવી નાંખ્યું હતું. આ રીતે તે પોતાને ડો.પરેશ પટેલ તરીકે ઓળખાવતો હતો. ઘણાં સમયથી તેના કારસ્તાનોની ચર્ચા થતી હતી. પરંતુ ગમેતે કારણસર કોઈ પણ સરકારી તંત્ર તપાસ કરવાની હિમત કરતું ન હતું.પત્નીના નામે મનપામાંથી લીધેલા લાયસન્સ અંગે તપાસ ગોટાળેબાજ પરેશે તેની પત્ની મિનલ ચોવટીયાના નામે મનપામાં બોમ્બે નર્સિંગ એકટની કલમ 1949 મુજબ એસ.ટી. ડેપોમાં ચાલતા પોતાના કલીનીકનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ કોઈ પણ કારણોસર મંજૂરી ન મળી હોવા છતાં દુકાન ખોલી નાખી દવાનું વેચાણ ચાલુ કરી દીધું હતું.(5.5)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here