રાજકોટમાં આપના આગેવાનના ભાઇના ઘરમાં ચાલતા જુગારધામ પર દરોડા

19
Rajkot-Jugar-AAP-રાજકોટ
Rajkot-Jugar-AAP-રાજકોટ

Subscribe Saurashtra Kranti here

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રહેણાંક મકાનમાં તપાસ કરતા બીયરના ૧૬ જેટલા ટીન મળી આવ્યા

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચે વધુ એક જગ્યાએ રહેણાક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું છે. સાથે જ રહેણાક મકાનમાંથી બીયરના ટીન મળી આવતા પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં જુગારધામ બીજું કોઈ અન્ય નહીં પરંતુ તાજેતરમાં વોર્ડ નંબર એકમાં આમ આદમી પાર્ટી પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડેલા અશ્ર્વિન વલ્લભભાઈ ઠાસરાના નાનાભાઈ નિલેશભાઈ વલ્લભભાઈ ઠાસરા રમાડતા હોવાનું ખૂલ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકોટ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, ધર્મરાજ સોસાયટી શેરી નંબર-૧ પાટીદાર ચોકમાં રહેતા નિલેશભાઈ વલ્લભભાઈ ઠાસરા નામનો વ્યક્તિ પોતાના ઘરમાં જુગારધામ ચલાવી રહૃાો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો કરતા નિલેશભાઈ વલ્લભભાઈ ઠાસરાના મકાનમાંથી પાંચ જેટલા શખ્સો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રોકડ રૂપિયા ૨,૧૧,૦૦૦ મોબાઈલ ફોન નંગ-૭ તેમજ ગંજીપત્તા સહિત કુલ ૪,૦૧,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Read About Weather here

જુગારધામ ઝડપાઇ ગયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રહેણાંક મકાનમાં તપાસ કરતા બીયરના ૧૬ જેટલા ટીન મળી આવતા આરોપી નીલેશ વલ્લભભાઈ ઠાસરા વિરુદ્ધ પ્રોહિબિશનનો વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાંચના પીએસઆઇ વનરાજિંસહ જાડેજાના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં આરોપી નીલેશ વલ્લભભાઈ ઠાસરા વર્ષ ૨૦૧૬માં જુગારના કેસમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here