રાજકોટમાં આઈટી પાર્કનું સપનું પૂરૂં થવાના આરે

રાજકોટમાં આઈટી પાર્કનું સપનું પૂરૂં થવાના આરે
રાજકોટમાં આઈટી પાર્કનું સપનું પૂરૂં થવાના આરે

મહાનગરનાં આઈટી સેક્ટરનું વાર્ષિક ટર્નઓવર રૂ. 4 હજાર કરોડ: લોકડાઉન દરમ્યાન પણ ધંધા રોજગારની વિપુલ તકો સર્જાઈ: આઈટી પાર્ક બની ગયા પછી 3 હજાર મોટી કંપનીઓનાં આગમનની શક્યતા

રાજકોટ મહાનગરનું આઈટી સેક્ટર હજારો લોકો માટે રોજગારીનું નિમિત બનીને મુખ્ય વ્યવસાય પૈકીનાં એક તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી. એવા ઇન્ફર્મેશન ટેકનોલોજી પાર્કનું સપનું પણ પૂરું થવાના આરે છે. .

Visit Saurashtra Kranti Homepage here

વાર્ષિક રૂ. 4 હજાર કરોડનું ટર્નઓવર ધરાવતા આઈટી સેક્ટરનો વિકાસ વાર્ષિક 30 ટકાનાં દરે થઇ રહ્યો છે. લોકડાઉન દરમ્યાન પણ રાજકોટનાં આઈટી સેકટરમાં રોજગારીની વિપુલ તકો સર્જાઈ હતી અને મોટાપાયે ધંધો થયો હતો.

રાજકોટ આઈટી એસોસિએશન (રીટા) એ મહાનગરનાં નવા રીંગરોડ પર આઈટી પાર્ક માટે 6 લાખ ચો.ફૂટ જમીનની માંગણી કરતી દરખાસ્ત સરકારને મોકલી આપી છે.

એસો. નાં સુત્રોએ જણાવ્યા મુજબ ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન સરકારની મંજૂરી મળી જવાની ધારણા છે. પાર્ક માટે જમીનની માંગણી લાંબાસમયથી થઇ રહી છે. પરંતુ કોવિડનાં 2 વર્ષ દરમ્યાન લોકડાઉન અને પ્રતિકુળ સ્થિતિને કારણે દરખાસ્ત મૂકી શકાઈ ન હતી.

રીટા નાં ચેરમેન જયદીપ નંદાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત ઇન્ફર્મેટીકસ લિમિટેડ ને દરખાસ્ત આપી દેવાય છે જે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં પેન્ડીંગ છે. પાર્ક બની ગયા બાદ સૌરાષ્ટ્ર ભરમાંથી આઈટી એકમો રાજકોટ આવી જવાની ધારણા છે.

3 હજાર જેટલા નવા યુનિટની સ્થાપના થઇ શકે છે. જેના થકી વધુ એક લાખ લોકોને રોજગારી મળતી થઇ જશે.પાર્ક માટે વાજડીગઢનાં ગામના સ્માર્ટ સીટીની સામે નવા રીંગરોડ પર જગ્યા માંગવામાં આવી છે.

રીટાનાં પ્રમુખ રોનક રૈયાણીને આશા છે કે, 3 થી 4 માસમાં મંજૂરી મળી જશે અને પાર્ક ધમધમવા લાગશે. જેના કારણે રાજકોટમાંથી તેજસ્વી પ્રતિભાઓ બહાર જતી અટકી જશે.

Read About Weather here

રાજકોટમાં જ સારી નોકરી અને રોજગારીની તકો મોટાપાયે ઉભી થઇ શકશે. ગ્રાહકોને પણ એક જગ્યાએથી જ આઈટીને લગતી તમામ સેવાઓ મળી જશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here