ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એઇમ્સ સહિતની આંતરરાષ્ટ્રિય સુવિધાઓ સાથે રાજકોટનો કલ્પનાતિત વિકાસ થઇ રહ્યો છે. જેને અનુસંધાને આંતરરાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટાલીટી સુવિધાઓની પણ રાજકોટમાં જરૂરિયાત ઉભી થશે. રાજકોટના અગ્રણી બિઝનેશમેન પ્રકાશભાઇ પ્રભાતભાઇ ચાવડા અને પરિવાર દ્વારા જામનગર રોડ ઉપર રાજકોટ નજીક ખંઢેરી ખાતેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની બિલકુલ બાજુમાં 105 રૂમના ભવ્ય હેરિટેજ પેલેસ થીમ રિસોર્ટ સાકાર કરવામાં આવશે. આ પ્રોજેકટના પ્રથમ તબકકામાં આતિથ્યમ રેસ્ટોરન્ટનું ઉદઘાટન મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યુ હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મેયર પ્રદીપભાઇ ડવ, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા, મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા, જયેશભાઇ રાદડિયા, સાંસદ પૂનમબેન માડમ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠિયા, ઉદયભાઇ કાનગડ, અર્જુનભાઇ ખાટરિયા, લાભુભાઇ ખીમાણીયા, નાગદનભાઇ ચાવડા, ભાનુભાઇ મેતા, ઘનશ્યામભાઇ હેરભા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Read About Weather here
પત્રકાર પરિષદમાં વિગત આપતાં પ્રકાશભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટનો વૈશ્ર્વિક દ્રષ્ટિએ ખુબ જ વિકાસ થઇ રહયો છે. દેશના ટોચના ઝડપથી વિકસતાં દેશોની યાદીમાં રાજકોટનું નામ છે. આવા સંજોગોમાં હોસ્પિટાલિટી ક્ષેત્રે ભવિષ્યની જરૂરિયાતોને પારખી રાજકોટના ખંઢેરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં 105 રૂમના ભવ્ય હેરિટેજ પેલેસ થીમ રિસોર્ટનો પ્રોજેકટ હાથ ધર્યો છે. જેના ભાગ રૂપે પ્રથમ તબકકામાં આજે આતિથ્યમ રેસ્ટોરન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યુ છે. 105 રૂમના થીમ રિસોર્ટ સાથે બે પાર્ટી પ્લોટની સુવિધા હશે. જેમાં 400 થી 1500 લોકોની ક્ષમતાના પ્રસંગો યોજી શકાશે. બે બેન્કવેટ છે. જેમાં 200 અન 700 લોકોની ક્ષમતા રહેશે. આ ઉપરાંત ફુડ કોર્ટ, ગઝેબો, સ્વિમિંગ પુલ સાથે રમણિય રિસોર્ટ હેરિટેજ થીમ સાથે અનોખુ ઐશ્ર્વર્ય ઉભું કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હેરિટેજ પેલેસ હોટલ એન્ડ રિસોર્ટ આ પ્રકારનો સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ થીમ રિસોર્ટ બની રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here