રાજકોટમાં અનોખી ઠગાઇ: સિંગતેલના 34 ડબ્બા લઇ ગઠીયો ગુમ

રાજકોટમાં અનોખી ઠગાઇ: સિંગતેલના 34 ડબ્બા લઇ ગઠીયો ગુમ
રાજકોટમાં અનોખી ઠગાઇ: સિંગતેલના 34 ડબ્બા લઇ ગઠીયો ગુમ
રાજકોટમાં રહેતાં અને ટંકારાના હરિપર ભૂતકોટડા ગામે સિંગતેલની મીની ઓઇલ મીલ ચલાવતાં પટેલ યુવાન સાથે એક ભેજાબાજે નવીનત્તમ ઠગાઇ કરી છે. આ ઓઇલમીલરના મોટા ભાઇને ફોન કરી તેલના ડબ્બાનો ઓર્ડર આપી 36 ડબ્બા તેલ રાજકોટ માધાપર ચોકડીથી આગળ મોરબી રોડ બાયપાસ પર મારૂતિ સુઝુકીના વર્કશોપ પાસે મંગાવી ત્યાંથી 34 ડબ્બા છકડોમાં ભરાવી રવાના કરી દઇ બાદમાં બે ડબ્બા પોતાની ઘરે લઇ જવાના છે તેમ કહી ઓઇલ મીલર યુવાન અને તેના કર્મચારીને પાછળ પાછળ રીક્ષામાં આવવાનું કહી રીક્ષાને એક સોસાયટીના ગેઇટમાં વળાવી પોતે બીજા રસ્તેથી આવે છે તેમ કહી કારમાં છનનન થઇ જતાં રૂા. 94870નું તેલ ઠગાઇથી લઇ જવાનો ગુનો નોંધાયો છે. ગઠીયાના કાર નંબરને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે મૂળ ટંકારાના હરિપર ભુતકોટડાના વતની અને હાલ મોરબી રોડ જકાતનાકા પાસે સત્નામ પાર્ક શેરી નં. 3માં રહેતાં અને હરિપર ભુતકોટડા ગામે જાનકી નામે સિંગતેલની મીની ઓઇલ મીલ ચલાવતાં રોહિત જાદવજીભાઇ ભાગીયા (પટેલ) (ઉ.40)ની ફરિયાદ પરથી જીજે03એમબી-7283 નંબરની સફેદ સાન્ટ્રો કારમાં આવેલા સંજય પટેલ વિરૂધ્ધ ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે. રોહિત પટેલે પોલીસને જણાવ્યું છે કે મારા મોટા ભાઇએ ફોન કરીને કહેલું કે સિંગતેલના 36 ડબ્બાનો ઓર્ડર છે અને રાજકોટ ખાતે મોરબી બાયપાસ રોડ પર મારૂતિ સુઝુકીના વર્કશોપ ખાતે પહોંચાડવાના છે. એ પછી એકાદ વાગ્યે સાર્દુરભાઇનો મને ફોન આવેલો કે 36 તેલના ડબ્બા ટેમ્પોમાં ભરીને નીકળ્યો છું. બપોરના અઢી આસપાસ મારૂતિના વર્કશોપ સામે પહોંચી જઇશ. તમે પણ પહોચી જજો તેમ કહ્યું હતું.

ત્યારબાદ ત્રણેક વાગ્યે નક્કી થયેલા વર્કશોપ સામે પહોંચ્યો હતો. ત્યાં અમારો માણસ સાર્દુરભાઇ પણ તેલના ડબ્બા સાથે ઉભો હતો અને આ માલ મંગાવનાર વ્યક્તિ પણ હાજર હતી. તેણે પોતાનું નામ સંજય પટેલ કહ્યું હતું. તે સફેદ રંગની સાન્ટ્રો કાર જીજે03એમબી-7283 લઇને આવેલ. તેણે તેલના ડબ્બા પોતે મંગાવેલી છકડો રીક્ષામાં ભરાવી લીધા હતાં. આ રીક્ષા સાધુ વાસવાણી રોડ પર પહોંચાડવા સંજય પટેલે કહેતાં રીક્ષાચાલક તેલના 34 ડબ્બા સાથે રવાના થઇ ગયો હતો. બે ડબ્બા સંજય પટેલે પોતાની ઘરે લઇ જવાના છે તેમ કહી રોડ પર ખાલી રીક્ષા રોકાવી હતી અને તેમાં આ ડબ્બા મુકાવ્યા હતાં. એ પછી અમને કહેલું કે તમે આ રીક્ષામાં બેસીને ડબ્બા લઇને મારી પાછળ પાછળ આવો, મારું ઘર નજીક જ છે. ઘરે પહોંચીને તમને પેમેન્ટ આપી દઉં. તેણે કાર ચલાવી હતી અને હું તથા મારો માણસ સાર્દુરભાઇ તેની પાછળ પાછળ રવાના થયા હતાં.

Read About Weather here

કાર મારૂતિના વર્કશોપથી રેલનગર પાણીના ટાંકા તરફ આગળ વધી હતી અને અમે તેની પાછળ હતાં. ત્યાં સંજય પટેલે એક નાના ગેઇટ પાસે ગાડી ઉભી રાખી હતી અને કહેલું કે આની અંદર મારું ઘર છે તમે અહિથી રીક્ષા લઇને અંદર જાવ હું બીજા ગેઇટમાંથી કાર લઇને આવું છું. તેમ કહેતાં અમે રીક્ષા લઇને અંદર ગયા હતાં પરંતુ પંદરેક મિનિટ રાહ જોવા છતાં સંજય પોતાની ગાડી લઇને ન આવતાં તેના મોબાઇલ નંબર પર ફોન કરતાં તેણે કહેલું કે-હું પણ તમને ગોતુ છું, તમારી પાસે આવુ જ છું તેમ વાત કરી હતી. ત્યારબાદ પંદર મિનિટ પછી ફરી ફોન કરતાં તેનો ફોન સ્વીચઓફ થઇ ગયો હતો. એ પછી મેં મારા ભાઇ ચંદ્રકાંતભાઇને વાત કરી હતી. અમે જે ગેઇટમાં હતાં ત્યાં તથા આજુબાજુની સોસાયટીઓમાં તપાસ કરી હતી. પરંતુ સંજય પટેલ નામની કોઇ વ્યક્તિ મળી નહોતી. તે ઠગાઇ કરી 94870ના સિંગતેલના 34 ડબ્બા લઇ નાસી ગયો હતો. હેડકોન્સ. આર. ટી. વાસદેવાણીએ ગુનો નોંધી પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here