રાજકોટમાંથી એક લાખનો દારૂ ભરેલી કાર સાથે ત્રણ ઝડપાયા

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

દારૂ અને કાર મળી કુલ 1.97 લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસેથી એક લાખનો દારૂ ભરેલી કાર સાથે 3 શખ્સોને ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લઇ દારૂ અને કાર મળી કુલ 1.97 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Subscribe Saurashtra Kranti here

જાણવા મળતી વિગત મુજબ પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલની સુચનાથી ડીસીબી પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ. કોન્સ્ટેબલ ધિરેનભાઇ માલકીયા, મહેશભાઇ મઢ, હિરેન સોલંકી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર બાલાજી રોડથી ખીજડાવાળા રોડ પર જતાં રસ્તેથી હોડા સીટી કાર શંકાસ્પદ લાગતા

Read About Weather here

તેને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલ નંગ 324 (કી. 97200/-) મળી આવતા પોલીસે આરોપી ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશ ચાઉ (રહે. કોઠારીયા રોડ, ન્યુ રાધે શ્યામ સોસાયટી), સંજય ગોરધન કંબોયા (રહે. દુધસાગર રોડ, શિવાજી નગર) અને સામત રામભાઇ જસળ (રહે. કોઠારીયા રોડ, વિવેકાનંદ નગર)ને ઝડપી લઇ દારૂ અને કાળ મળી રૂા. 1,97,200 મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here