સ્માર્ટ સિટિઝ મિશન દ્વારા ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ચેલેન્જની ચેલેન્જમાં વિવિધ 113 શહેરોએ ભાગ લીધો હતો જેમાંથી 25 શહેરોની સ્ટેજ-1માં પસંદગી કરવામાં આવી હતી જેમાંથી ટોપ 11 શહેરોની પસંદગી કરવામાં આવેલ અને જેમાં રાજકોટ શહેરની પણ પસંદગી થતા રાજકોટ શહેરને રૂપિયા 01 કરોડનું પુરસ્કાર મળશે,
Subscribe Saurashtra Kranti here
જેનો ઉપયોગ રાજકોટમાં સાયકલમાં સાયકલિંગને પ્રમોટ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા માટે કરવામાં આવશે તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.આ ચેલેન્જમાં રાજકોટ શહેરએ ઇકલી દ્વારા સંચાલિત કેપેસીટીઝ પ્રોજેક્ટના સહયોગથી ભાગ લીધો હતો.
Read About Weather here
રાજકોટમાં આ ચેલેન્જના ભાગ રૂપે પોટેન્શિયલ સાયકલિંગ રૂટ અને સાયકલિંગ દરમ્યાન લોકોને જરૂરી સુવિધાઓ અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો નાગરીકોમાં સાયકલ અંગે જાગૃતતા લાવવા માટે તેમજ cycle2work ને પ્રમોટ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ દર શુક્રવારે કર્મચારીઓ દ્વારા સાયકલનો ઉપયોગ કરી ઓફીસે આવવા માટે એક અભિયાન પણ ચલાવેલ.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here