રાજકોટને ભરડો લેતો ડેન્ગ્યુ: નવા 19 કેસ: 10 માસમાં કુલ 182 કેસ

રાજકોટને ભરડો લેતો ડેન્ગ્યુ: નવા 19 કેસ: 10 માસમાં કુલ 182 કેસ
રાજકોટને ભરડો લેતો ડેન્ગ્યુ: નવા 19 કેસ: 10 માસમાં કુલ 182 કેસ
રાજકોટ શહેરમાં ચોમાસાએ તો વિદાય લઇ લીધી છે પણ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ શહેરીજનોનો ભરડો લઇ લીધો હોય તેવું લાગે છે. ગત એક સપ્તાહ દરમ્યાન ડેન્ગ્યુએ ફૂંફાડો માર્યો છે અને નવા 19 કેસ નોંધાતા મનપાનું આરોગ્યતંત્ર સતર્ક બન્યું છે. ચાલુ વર્ષના 10 માસમાં ડેન્ગ્યુના કુલ 182 કેસ નોંધાયા છે. મેલેરિયાનો નવો એક કેસ નોંધાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

મનપા આરોગ્ય શાખા અને મેલેરિયા વિભાગની યાદી અનુસાર ડેન્ગ્યુ ઉપરાંત સામાન્ય તાવના 16 કેસ નોંધાયા છે. શરદી-ઉધરસના 108 કેસ અને ઝાડા-ઉલટીના 35 કેસ નોંધાયા છે. આ પ્રકારનો તાવ મચ્છરોને કારણે ફેલાતો હોય છે. આ પ્રકારના રોગ માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી લોકો જાગૃત રહી સહકાર આપે એ જરૂરી છે.રાજકોટ મનપાની ટીમોએ રાહત નિયંત્રણની કામગીરી હેઠળ ગયા એક સપ્તાહમાં 28519 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને 1074 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે.


વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીનથી પરમેશ્ર્વર પાર્ક મેઈન રોડ, જે.એમ.સી નગર, સોનીબજાર, ગુજરીબજાર, ધર્મેન્દ્ર રોડ, જૂની-નવી દરજી બજાર, ગરેડીયા કુવા રોડ, ઘીકાંટા રોડ, દીવાનપરા, સાંગણવા ચોક, જૂની ખડપીઠ, શિવધારા સોસાયટી, મયુરનગર મફતિયું, જમાઈપરા, સિલ્વર નેસ્ટ, શક્તિ સોસાયટી, રેલનગર સુન્ની બંગ્લોઝ, રામેશ્ર્વર પાર્ક, રાધેપાર્ક, રૂડાનગર, માનસરોવર પાર્ક, બાલાજી અને જય અંબે ઉદ્યોગ વિસ્તાર, ભીમરાવનગર, વિજય પ્લોટ, ઉદ્યોગનગર, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, સ્વામી વિવેકાનંદ ટાઉનશિપ, જુનું-નવું રામેશ્ર્વર વગેરે વિસ્તારોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.

Read About Weather here

શહેરભરમાં ડેન્ગ્યુ અટકાવવા માટે 171 જેટલા વ્યાપારી અને રહેણાંક સ્થળો પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું અને મચ્છર ઉત્પતિ બદલ 199 આસામીઓને નોટીસ આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here