રાજકોટને ઓમીક્રોનથી સુરક્ષીત રાખવા મનપા તંત્રના તનતોડ પ્રયાસો

રાજકોટને ઓમીક્રોનથી સુરક્ષીત રાખવા મનપા તંત્રના તનતોડ પ્રયાસો
રાજકોટને ઓમીક્રોનથી સુરક્ષીત રાખવા મનપા તંત્રના તનતોડ પ્રયાસો

વિદેશથી શહેરમાં આવતા તમામ વિમાન મુસાફરોની સઘન ચકાસણી શરૂ; 42 મુસાફરોને સાવચેતી ખાતર હોમકવોરન્ટાઇન કરાયા: મનપાના અધિકારીની માહિતી
આવનારા મુસાફરો કોઇપણ હાઇરિશ્ક દેશમાંથી આવ્યા નથી, મનપાની હૈયાધારણા; એરપોર્ટ ઓથોરીટી પાસેથી દરરોજ વિદેશથી આવતા મુસાફરોનું લીસ્ટ મળશે

દક્ષિણ આફ્રિકા સહિતના 13 દેશોમાં જોવા મળેલા કોરોનાના નવા વાઇરસ ઓમીક્રોનથી રાજકોટ મહાનગરને સુરક્ષીત રાખવા માટે મનપા તંત્ર એકદમ સજાગ અને સતર્ક બની ગયું છે અને ઓમીક્રોનની એન્ટ્રી રોકવા માટે તનતોડ જહેમત શરૂ કરી દેવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં આવેલા 42 મુસાફરોને આ સાવચેતી ખાતર હોમકવોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને એમના આરોગ્ય પર નજર રાખવામાં આવી રહી છે. આવનારા કોઇ વિમાન મુસાફરમાં ઓમીક્રોનના લક્ષણો જણાયા નથી

એટલે ડરવાનું કોઇ કારણ નથી એવું મનપા આરોગ્ય વિભાગના અધિકારીઓએ ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. વિદેશથી આવતા 42 મુસાફરોને હોમકવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

એ વિશે પુછવામાં આવતા મનપાના એક સક્ષમ અધિકારીએ જણાવ્યું હતું કે, ઓમીક્રોન વાઇરસને જે 13 દેશો હાઇરીશ્ક જાહેર કરવામાં આવ્યા છે. એવા કોઇ દેશમાંથી આ મુસાફરો આવ્યા નથી. જે જે મુસાફરો આવ્યા છે એ તમામ ટેસ્ટીંગ કરાવીને આવ્યા છે.

એટલે સાવચેતી ખાતર એમને 14 દિવસ હોમકવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કોઇપણ ઉતારૂમાં ગંભીર વાઇરસના લક્ષણ દેખાયા નથી એટલે શહેરીજનોએ ભયભીત થવાની જરૂર નથી કેમ કે, મનપાનું સમગ્ર તંત્ર એકદમ સાવઘ અને સતર્ક રાખવામાં આવ્યું છે. હાલ ભયનું કોઇ કારણ નથી.

મનપાના અધિકારીએ એવી પણ માહિતી આપી હતી કે, એરપોર્ટ ઓથોરીટી પાસેથી દરરોજ વિદેશથી અને દેશના અન્ય ભાગમાંથી આવનારા તમામ ઉતારૂઓનું લીસ્ટ મળી જશે.

એટલે લીસ્ટ મળતા મનપા આરોગ્યની ટીમ તુરંત જ એરપોર્ટ પહોંચી જાય છે અને ઉતારૂઓનું સઘન સ્ક્રીનીંગ કરવામાં આવે છે. એમના નેગેટીવ રીપોર્ટ જોવામાં આવે છે અને જરૂર પડે તો જ ઉતારૂઓનું ફરીથી ટેસ્ટીંગ પણ કરવામાં આવે છે.

આ પધ્ધતી અપનાવીને મનપા તંત્ર દ્વારા વાઇરસ શહેરમાં ધુસી ન જાય તેની પુરેપુરી કાળજીભરી વ્યૂહ રચના ઘડી કાઢવામાં આવી છે. આવા કોઇપણ ઉતારૂમા જરાપણ શંકાસ્પદ લક્ષણો દેખાશે તો

તુરંત જ ટેસ્ટીંગ કરીને આઇસોલેટ કરી સારવાર માટે મોકલી દેવામાં આવશે. શહેરીજનો ભયભીત ન બને પણ સાવચેત રહે અને કોરોના પ્રોટોકોલનું અમલીકરણ કરતા રહે એવી મનપા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં અત્યાર સુધી કોઇ એવો કેસ બન્યો નથી કે જેનાથી ભયભીત બની જવાય અત્યારે તો દેશામાં પણ ઓમીક્રોન વાઇરસનો એકપણ કેસ નોંધાયો નથી. અત્યારથી રાષ્ટ્રીયથી માંડીને રાજય કક્ષા અને જિલ્લા કક્ષા સુધીના તંત્ર અને મહાપાલિકાના તંત્રને પણ સાવઘ કરી દેવામાં આવ્યા છે.

એથી આવનારા તમામ મુસાફરોમાં પણ ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. જરા જેટલી પણ શંકા જશે એવા કોઇપણ મુસાફરને તાત્કાલીક આઇસોલેટ કરી દેવામાં આવશે અને સારવાર શરૂ કરી દેવામાં આવશે.

Read About Weather here

રાજકોટના જાગૃત મેયર ડો.પ્રદિપ ડવ અને એમના વડપણ હેઠળની ટીમ આ દિશામાં સતત ચિંતા કરી રહી છે અને સમગ્ર તંત્રને એકદમ સતર્ક કરી દેવામાં આવ્યું છે. મનપાના અધિકારીઓ અને આરોગ્ય નિષ્ણાંતો પણ બાજ નજર રાખી રહયા છે. શહેરીજનો એક જ પ્રાર્થના કરી રહયા છે કે, ઇશ્ર્વર રાજકોટને ઓમીક્રોમથી સુરક્ષીત રાખે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here