સરકાર દ્વારા રાજકોટને એઇમ્સની ફાળવણી કરવામાં આવેલ છે. એઇમ્સ સત્તામંડળમાં સમાવેશ થતા જામનગર રોડની ઉત્તર તરફે અંદરના ભાગે આવેલ ખંઢેરી ગામના રે.સર્વે નં. 64 તથા 67 અને પરાપીપળીયાનાં રે.સ.નં.197 પૈકીની જમીનમાં આકાર પામી રહેલ છે. જેનું કુલ ક્ષેત્રફળ 813442ચો.મી. છે. જે પૈકી વિવિધ જાહેર હેતુના વિકાસ માટેનું કુલ ક્ષેત્રફળ 249289 ચો.મી છે
જયારે અન્ય બાકી રહેતું 564153 ચો.મી વિવિધ બાંધકામ માટે ઉપયોગમાં લેનાર છે.એઇમ્સનો સમાવેશ પબ્લિક પર્પઝ ઝોનમાં થાય છે.નિયમોનુસાર તે ઝોનમાં પબ્લિક ઇન્સ્ટીટયુટમાં પબ્લિક સર્વિસ એન્ડ એમીનીટી અન્વયે હેલ્થ પબ્લિક ફેસીલીટીના ભાગ રૂપે કેમ્પસ પ્લાનિંગ સાથે હાલના CGDCRના નિયમોને ધ્યાને લઈ એઇમ્સમાં સમાવિષ્ટ બિલ્ડીંગો સત્તામંડળમાં મંજુરી અર્થે સમયાંતરે રજુ કરેલ.
Subscribe Saurashtra Kranti here
એઇમ્સ કેમ્પસમાં જાહેર હેતુ માટે વિવિધ એમીનીટીસ જેવી કે બગીચા, રમત ગમતનું મેદાન, મિલ્ક બુથ, પ્રાથમિક શાળા, લોકલ કોમર્શીયલ માર્કેટ, શાકભાજી માર્કેટ, પોલીસ આઉટ પોસ્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિગરેના ઉપયોગ માટે આયોજન થયેલ છે તથા વર્તમાન અને ભવિષ્યના આયોજનના ભાગ રૂપે પ્રથમ તબક્કામાં જરૂરિયાત ધરાવતા એવા કુલ 25 બિલ્ડીંગોનું આયોજન કરેલ.રાજકોટનું એઇમ્સનું સપનું સાકાર થવાની અણી પર હોય તેમ મુખ્ય બિલ્ડીંગના પ્લાનને પણ મંજૂરીની મહોર મારતું રૂડા
Read About Weather here
જે 25 બિલ્ડીંગોમાં ડાઈરેક્ટર બંગ્લોઝ,બોઇઝ તથા ગર્લ્સને રહેવા માટે યુજી બોયસ હોસ્ટેલ, યુજી ગર્લ્સ હોસ્ટેલ, બહારગામથી આવતા લોકો માટે નાઈટ શેલ્ટર, ગેસ્ટ હાઉસ, વિવિધ ડોકટરો થતા પ્રોફેસરો માટે વિવિધ પ્રકારના હાઉસિંગ, નર્સિંગ હોસ્ટેલ, પીજી હોસ્ટેલ, 500 માણસોની કેપીસીટી ધરાવતું ઓડીટોરીયમ, જમવા માટે ડાઈનીંગ હોલ, જીવન જરૂરિયાત માટે કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, ભણવા માટે એકેડેમિક બ્લોક, આયુર્વેદિક વિભાગનો આયુષ બ્લોક, સર્વિસ બ્લોક, બાયોમેડીકલ વેસ્ટ બ્લોક, તથા મેઈન હોસ્પિટલ બિલ્ડીંગનો સમાવેશ થાય છે.
ઉક્ત બિલ્ડીંગો પૈકી 24 બિલ્ડીંગોના બાંધકામ પ્લાનને સમયાતરે મંજુરીની કાર્યવાહી પૂર્ણ થતા તે અનુસાર સ્થળ પર બાંધકામની કાર્યવાહી ચાલુમાં છે. આજે આખરી મેઈન બિલ્ડીંગ એટલેકે હોસ્પિટલના બિલ્ડીંગ પ્લાનને પણ મંજુરી આપવામાં આવેલ છે. સરકારનાં પત્રની વિગતે એઇમ્સને ડેવલપમેન્ટ ચાર્જ અને સ્ક્રુટીની ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે તથા સર્વિસ એમીનીટીઝ ફીમાં 50% રાહત આપવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here