ચારેય શાળાઓમાં અન્ય તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ટેસ્ટીંગ શરૂ કરાવતા શિક્ષણાધિકારી કૈલા: વિદ્યાર્થીઓને ભીડભાડ વાળા વાહનોમાં શાળાએ ન મોકલવા, શિક્ષણાધિકારીની વાલીઓને અપીલ
ધુળેશીયા સ્કૂલનાં એક શિક્ષક અને એક જોડિયા ભાઈ-બહેન કોરોના સંક્રમિત: નચિકેતા સ્કૂલ, એસએનકે સ્કૂલ, નિર્મલા અને ધુળેશીયા સ્કૂલને બંધ કરવાનો આદેશ
રાજકોટ શહેરમાં એકાએક કોરોના મહામારીએ શાળાઓમાં ફૂંફાડો માર્યો છે. એક શિક્ષક સહિત કેટલાક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે અને શિક્ષણતંત્ર તથા આરોગ્ય તંત્રમાં દોડધામ થઇ ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
ચાર શાળાઓને એક સપ્તાહ માટે બંધ કરવાનો શિક્ષણાધિકારી બી.એસ.કૈલા એ આદેશ આપ્યો છે અને વાલીઓ માટે પણ માર્ગદર્શીકાઓ જાહેર કરી છે. એક જોડિયા ભાઈ-બહેન સહિત કુલ 4 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાનું માલુમ પડતા વાલીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે.
શાળાઓમાં સંક્રમણ વધતું અટકવવા માટે એસએનકે સ્કૂલ. ધુળેશીયા, નચિકેતા સ્કૂલ અને નિર્મલા કોનવેન્ટ સ્કૂલને એક અઠવાડિયા સુધી બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
જિલ્લા શિક્ષણાધિકારી કૈલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નચિકેતા સ્કૂલનાં ધો-6 ને એક વિદ્યાર્થીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ શાળાને બંધ કરવામાં આવી છે. અન્ય શિક્ષકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે.
એ જ રીતે નિર્મલા સ્કૂલની ઓનલાઈન અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઇ છે. જો કે નિર્મલા સ્કૂલમાં સંક્રમણ ફેલાવવાનો ભય નથી. એસએનકે સ્કૂલમાં ધો-10 માં અભ્યાસ કરતા જોડિયા ભાઈ-બહેનને કોરોના થયો છે.
એટલે એસએનકે પણ સાત દિવસ માટે બંધ રાખવામાં આવશે અને તમામ સ્ટાફનું ટેસ્ટીંગ કરવામાં આવશે.તેમણે એવી પણ માહિતી આપી હતી કે, શહેરનાં કોટેચા ચોકમાં આવેલ ધુળેશીયા સ્કૂલનાં એક શિક્ષકને પણ કોરોના થયો છે.
આથી આખા સ્ટાફનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. ધુળેશીયા સ્કૂલ પણ એક સપ્તાહ બંધ રાખવામાં આવશે. સોમવારથી દરેક શાળાઓમાં જઈને આરોગ્ય ટીમો કોરોના નિયમોનાં પાલન અંગે ચેકિંગ કરશે. સામાજીક અંતર, માસ્ક. સેનીટાઈઝેશન જેવા નિયમોનું પાલન થાય છે
કે નહીં તેનું ચેકિંગ સોમવારથી શરૂ કરી દેવામાં આવશે. શાળાઓમાં કોરોના સંક્રમણ દેખાતા શિક્ષણ અને આરોગ્યતંત્ર ચોંકી ઉઠ્યા છે અને દોડધામ મચી ગઈ છે. ગાઈડલાઈન્સનાં કડક અમલ અંગે તમામ શાળાઓને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.
એ બાબતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી કૈલાએ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા વિદ્યાર્થીઓને અપીલ કરી છે. નાસ્તો અને પાણી તથા અન્ય ચીજો એકબીજા સાથે શેર ન કરવા તાકીદ કરાઈ છે.
એટલું જ નહીં ભીડભાડ વાળા વાહનમાં વિદ્યાર્થીઓને ન મોકલવા વાલીઓને અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાનાં 19 નવા કેસો નોંધાયા છે. લગ્નગાળો પૂરો થયા બાદ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં એકાએક ઉછાળો જોવા મળ્યો છે.
Read About Weather here
જે તમામ કેસ અત્યાર સુધી નોંધાયા છે તેમાં ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા લોકો અને એમના જ પરિવારોમાં સંક્રમણ ફેલાયેલું જોવા મળ્યું છે. છેલ્લા એક મહિનાથી શાળાઓ અનલોક કરવામાં આવી છે ત્યારે એકાએક સંક્રમણ વધવા લગતા તંત્ર વધુ સજાગ થયું છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here