રાજકોટની બજારોમાં ઉત્સાહી શહેરીજનોની છેલ્લી ઘડીની ઘુમ ખરીદી

રાજકોટની બજારોમાં ઉત્સાહી શહેરીજનોની છેલ્લી ઘડીની ઘુમ ખરીદી
રાજકોટની બજારોમાં ઉત્સાહી શહેરીજનોની છેલ્લી ઘડીની ઘુમ ખરીદી

નવા વસ્ત્રોથી માંડીને સુકોમેવો, મુખવાસ વગેરેની સૌથી વધુની ખરીદી

પ્રકાશ પર્વ દિપોત્સવિના તહેવારોને વધાવવા જન -જનમાં ઉમંગ- ઉત્સાહનો સંચાર જોવા મળે છે શહેર-ગામની બજારોમાં ખરીદીનો ઉત્સાહ છવાયો છે. મુખ્ય બજારોમાં મોડે સુધી ગ્રાહકીનો ધમધમાટ સાથે રોનક છવાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે મંદી અને ચીજવસ્તુમાં મોંઘવારીની બુમરાણ વધી છે ત્યારે વેપારીઓના માનવા મુજબ બજારમાં હજુ દિવાળીની પહેલા જેવી ખરીદી નીકળી નથી જોકે છેલ્લી ઘડીની ખપપુરતી ખરીદી વધી છે.

શહેરના મુખ્ય બજારોમાં ગ્રાહકોની ચહલપહલ વધી છે મુખ્ય બજારો ગ્રાહકોથી ઉભરાયા છે શહેરના લાખાજીરાજ રોડ,ધર્મેન્દ્ર રોડ,ગુંદાવાડી પરાબજાર અને યાજ્ઞિક રોડ જેવા પરપરાગત બજારો સાથે શહેરના દુર છેવાડાના વિસ્તારોની બજારમાં પણ માહોલ બન્યો છે

કપડાં,બુટ ચપ્પલ અને મોજડી બજારમાં ગ્રાહકોની ખરીદી વધી છે. બીજીતરફ ગૃહણીઓ ઘરની સાજ સજાવટની ચીજ વસ્તુઓ લેવા ઉમટી પડી છે મીઠાઈ-મુખવાસ બજારમાં પણ ધૂમ ખરીદી થઇ રહી છે

શુભ-લાભના પ્રતિક ઉપરાંત રંગ બેરંગી તોરણો અને ઘરમાં નવા ઓછાડ-કવર અને રંગોળી માટેના કલર-ડીઝાઈન સહિતની નાની મોટી ખરીદીમાં મહિલાઓ અગ્રેસર છે

Read About Weather here

તો સાથો સાથ મોટી ખરીદી પણ આગવી ભૂમિકા ભજવતી જોવા મળે છે. દિવાળી પર્વે મુખ્ય બજારો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે સાથે ગ્રાહકીઓનો માહોલ છવાયો છે મોડે સુધી ધમધમતા બજારમાં ધૂમ ખરીદી થઇ રહી છે ગૃહણીઓ હોમ એપ્લીન્સ બજારમાં પણ ખરીદીનો માહોલ છે.(4)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here