તાજેતરમાં દેશની દીકરીઓ ઓલમ્પીકમાં મેડલ મેળવે છે. ત્યારે દેશની ડોક્ટર દીકરી એક પછી એક ગોલ્ડ મેડલની હારમાળા પહેરી દેશની સેવામાં ફરી એક કદમ આગળ મંઝીલ ભરી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
નાનપણથી જ ભણવામાં તથા રમતગમતમાં ઉચ્ચ રસ ધરાવતી કુ.ઐશ્વર્યા રાઠોડ ૧૨ માં ધોરણમાં ઓલ ઈન્ડીયામાં સેકન્ડ રેન્ક મેળવી દિલ્હીની એઈમ્સ મેડીકલ કોલેજમાં ગોલ્ડ મેડલ સાથે પુરું કર્યું. એમ.ડી. ઓપ્થોલોજીમાં પણ ગોલ્ડ મેડલ સાથે ફરી ઉચ્ચ સિધ્ધિ પ્રાપ્ત કરી
ફરી આ વર્ષે ૩ વર્ષમાં એઈમ્સમાં સીનીયર રેસીડેન્સીમાં રેટીના અને કેટરેકટ સ્પેશ્યલાઈઝેશન એઈમ્સ દિલ્હીથી ઉચ્ચ અભ્યાસ કરવા તત્પર છે.
અનેક દેશોમાં તક મળતી હોવા છતાં ફકત ઉચ્ચ અભ્યાસ સાથે જીવનમાં આપણા દેશમાં જે તે જ્ઞાનનો ઉપયોગ અને સમાજ સેવાની તત્પરતા રાખતી કુ.એશ્વર્યા રાઠોડને અત્યાર સુધીમાં બેસ્ટ જુનીયર રેસીડેન્ટ એવોર્ડ, ફર્સ્ટ રેન્ક ઈન એમ.ડી. ઓપ્થલ, બાલશ્રી એવોર્ડ મળેલ છે.
Read About Weather here
કુ.ઐશ્વર્યા રાઠોડની આ બધી પ્રસિધ્ધિમાં તેની માતા નયનાબેન રાઠોડનો ખૂબ જ સહયોગ અને સાથ મળ્યો એવું જણાવવામાં આવે છે. જુનાગઢના શિક્ષણકાર સ્વ.પેથલજીભાઈ ચાવડાની દોહિત્રી તથા રાજકોટમાં એમ.ડી. ફિઝિશ્યન ડો.મહેશ રાઠોડની દીકરી નાનપણથી જ મોરના ઈંડા ચીતરવા ન પડે તે કહેવતને સાબિત કરી છે.(૬.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here