રાજકોટની નામાંકિત અને ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર આવેલી પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલીક હસમુખભાઈ પટેલે આજે વહેલી સવારે આનંદ બંગલા ચોક પાસે આવેલા અવકાશ સ્કેવર નામના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છે.બનાવની જાણ થતાં જ 108 અને માલવીયા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યાની શક્યતા સેવાઇ રહી છે. જોકે, આપઘાત પાછળનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જાણવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
જાણવા મળ્યા મુજબ યુનિવર્સિટી રોડ ધોળકીયા સ્કૂલ નજીક કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતા હસમુખભાઇ પરષોત્તમભાઇ પાંચાણી (પટેલ) (ઉ.વ.65)એ વહેલી સવારે પોતાના ઘરે હોલમાં છતના હુકમાં ચુંદડી બાંધી દેહ લટકાવી ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ થતાં માલવીયાનગરના એએસઆઇ ગીતાબેન પંડયા તથા દિગ્વીજભાઇ ગઢવી સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ હસમુખભાઇ પાંચાણી ત્રણ ભાઇમાં વચેટ હતા. સંતાનમાં ત્રણ પુત્રો છે. વહેલી સવારે ચારેક વાગ્યે તેમના ધર્મપત્નિ જાગ્યા ત્યારે હસમુખભાઇ રૂમમાં જોવા ન મળતા પત્નિ હોલમાં આવતાં ત્યાં પતિને લટકતાં જોતાં કલ્પાંત કરી મુકતાં બીજા પરિવારજનો જાગી ગયા હતાં.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે, હસમુખભાઇ પાંચાણી રાજકોટમાં ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ અને પરોઠા હાઉસ નામે વર્ષોથી ધંધો કરતા હતા. ગોંડલ રોડ પરનું તેમનું પરોઠા હાઉસ વર્ષો જૂનું અને લોકોમાં જાણીતું છે. પોલીસે તપાસ કરતા હસમુખભાઇને રાજકોટની નામાંકિત ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર નામની રેસ્ટોરન્ટ છે.જેઓ તેનું સંચાલન પોતે જ કરતા હતા. પરંતુ કોરોના કાળ બાદ ધંધો બરાબર ચાલતો નહોતો. તેઓ ચિંતામાં રહેતા હતા. ગઈકાલે અચાનક પગલું ભરી લેતા પટેલ પરિવારમાં શોક છવાયો છે.(9)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here