રાજકોટની જયનાથ હોસ્પિટલની અડોઅડ ઇલેક્ટ્રિકનું ટ્રાન્સફોર્મર જીવતો બોંબ : દર્દીના જીવ જોખમમાં

ઇલેક્ટ્રિકનું ટ્રાન્સફોર્મર
ઇલેક્ટ્રિકનું ટ્રાન્સફોર્મર

ફાયર એન.ઓ.સી. આપતી વેળાએ ઇલેક્ટ્રિકનું ટ્રાન્સફોર્મર કેમ ધ્યાનમાં ન આવ્યું ? : વેધક સવાલ

આ ઇલેક્ટ્રિકનું ટ્રાન્સફોર્મર જીવતા બોંબથી કોઈ રીતે કમ નથી,

Subscribe Saurashtra Kranti here

અમદાવાદની કાળમુખી હોસ્પિટલમાં આગ લાગી હતી અને કેટલાય દર્દીઓ સ્વાહા થઇ ગયા હતા. તેની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં રાજકોટની ભક્તિનગર સર્કલ નજીક આવેલી જયનાથ હોસ્પિટલ આવા જ કારણે વિવાદે ચડી છે.

સદ્દભાવના હોસ્પિટલ સંચાલિત જયનાથ હોસ્પિટલની અડોઅડ ઈલેક્ટ્રી સિટીનું મોટું ટ્રાન્સફોર્મર આવેલું છે. આ ટ્રાન્સફોર્મરમાં નાનકડું સ્પાર્કીંગ થાય તો સેંકડો દર્દીઓ અને તેના સગા-સંબંધીઓના જીવ જોખમમાં મુકાઈ તેવું જણાય છે. આ સાથે પ્રસિદ્ધ થયેલા ફોટોગ્રાફમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે હોસ્પિટલ બિલ્ડીંગની દીવાલને બિલકુલ અડોઅડ આ ઇલેક્ટ્રિકનું ટ્રાન્સફોર્મર આવેલું છે. આ ઇલેક્ટ્રિકનું ટ્રાન્સફોર્મર જીવતા બોંબથી કોઈ રીતે કમ નથી.

હોસ્પિટલના સતાધીશોને આવડી ગંભીર બાબત કેમ આજ સુધી ધ્યાન આવી નથી ? દર્દીના સગાઓ સહિત હોસ્પિટલના તમામ સ્ટાફની સલામતીનું શું ? એવો પ્રશ્ર્ન અત્રે ચર્ચાઈ રહ્યો છે.

જયનાથ હોસ્પિટલ બિલ્ડીંગનું માળખું પાણી નિકાલ પર બાંધવામાં આવ્યું છે ? જેથી આ બિલ્ડીંગના પ્રતાપે ભક્તિનગર સર્કલ નજીક ચોમાસામાં કમર સુધી પાણી ભરાઈ જાય છે. જયનાથ હોસ્પિટલના કારણે આસપાસના દુકાનદારો અને વેપારીઓને પણ ભારે હાલાકી ભોગવે છે. સામાન્ય વરસાદમાં રોડ ઉપર પાણી ભરાઈ જાય છે.
ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય કોવીડ હોસ્પિટલમાં આગની ધટના બનતા 6 મહામુલી માનવ જિંદગી સ્વાહા થઇ ગઈ હતી.

Read About Weather here

આ ઘટનામાં હોસ્પિટલ હોલમાં નાનકડા સ્પાર્કીંગ કારણભૂત હોવાનું તારણ નીકળ્યું હતું. જ્યારે અહીં તો મોટા કદનું ઇલેક્ટ્રિકનું ટ્રાન્સફોર્મર આવેલું છે. નાનો સરખો તણખો કોઈ મોટું સ્વરૂપ બને તે પહેલા શહેર ફાયર બ્રિગેડ તાકીદે કડક પગલા લેવા જોઈએ. તેની માંગ જનતામાં ઉઠવા પામી છે. ફાયરની એન.ઓ.સી. મેળવતી વખતે ફાયર બ્રિગેડ તંત્રને આ ટ્રાન્સફોર્મર કેમ નજરમાં નહી આવતું હોય તેવો પ્રશ્ર્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here