રાજકોટની ક્રાઇમ બ્રાંચએ હકીકતે હવાલા બ્રાન્ચ છે: ફરીયાદીના મોટાભાઇનો આક્ષેપ-બોમ્બ

રાજકોટની ક્રાઇમ બ્રાંચએ હકીકતે હવાલા બ્રાન્ચ છે: ફરીયાદીના મોટાભાઇનો આક્ષેપ-બોમ્બ
રાજકોટની ક્રાઇમ બ્રાંચએ હકીકતે હવાલા બ્રાન્ચ છે: ફરીયાદીના મોટાભાઇનો આક્ષેપ-બોમ્બ

ઠગ ટોળકી અને કમિશનર ટીમ વચ્ચે સેન્ફડવીચ બનેલા નાનાભાઇની વ્યથાની ચોકાવનારી વિગતો રજૂ કરતા જગજીવન સખીયા
કમિશનર સાથે કરવા પડેલા કમિશનના ડીલ સહિતની સીલસીલાબંધ વિગતો રજૂ કરતા મહેશ સખીયાના મોટાભાઇ
સમગ્ર ડિલમાં અને ફરીયાદી પાસેથી પૈસા ઓકાવવામાં પોલીસ કમિશનર વતી પી.આઇ. ગઢવી અને પીએસઆઇ સાખડાની ભુંડી ભૂમિકા હોવાનો આક્ષેપ
પીએસઆઇ સાખડાની હાલ બદલી થઇ ગઇ છે, નાણા પુરા પાછા અપાવ્યા નથી પણ મિલ્કતોના બજારમાં ન ટકે એવા કબ્જાખત પોલીસે કરાવી આપ્યાનો આક્ષેપ

રૂ.15 કરોડ જેવી છેતરપીંડીનો ભોગ બનેલા રાજકોટના ઉદ્યોગપતિ મહેશભાઇ સખીયાના મોટાભાઇ અને જાણીતી ગોકુલ હોસ્પિટલના ટ્રસ્ટી જગજીવનભાઇ સખીયાએ આજે બપોરે ખાસ પત્રકાર પરીષદ બોલાવી સખીયા પરિવાર સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલા વર્તન અને કમિશન પેટે ઓકાવેલા જંગી નાણાના સમગ્ર કૌભાંડની સીલસીલાબંધ ચોકાવનારી રજેરજની વિગતો જાહેર કરી હતી. જગજીવન સખીયાએ સ્પષ્ટ ભાષામાં એવો આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ એ હકીકતે હવાલા બ્રાન્ચ છે. અમારી સાથે જે કાંઇ બન્યું છે તેની તમામ સાચી વિગતો અમે રજૂ કરી છે.

Read Saurashtra Kranti E-Paper here

પત્રકારો સમક્ષ સખીયાએ એમના નાનાભાઇ સાથે થયેલી ઠગાઇ ત્યાર બાદ પોલીસની મદદ લેવા જતા એમના નાનાભાઇ પર જે વિતી તેની ચોકાવી દેનારી વિગતોનો પર્દાફાશ કર્યો હતો. જગજીવન સખીયાએ જણાવ્યું હતું કે, ચીટ ફંડ જેવી યોજનાના પ્રલોભન આપીને મારા ભાઇ મહેશ સખીયાને ફાસલામાં લેવામાં આવ્યો હતો. તેના કારણે મારા ભાઇએ ફંડમાં નાણા રોકી કટકે કટકે લગભગ રૂપીયા 15 કરોડ જેવી રકમ ગુમાવી દીધી હતી. ડુબી ગયેલા નાણા પાછા મેળવવા માટે શું કરવું તેની મથામણ અમારા પરિવારમાં ચાલી રહી હતી. છેવટે પોલીસ ફરિયાદ નોંધાવવાનું અને પોલીસની મદદ લેવાનું નક્કી કર્યુ હતું.

સખીયાએ ઉર્મેયુ હતું કે, મેં મારી ગોકુલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. કરમટાને વાત કરી હતી. એ પછી હું અને ડો. કરમટા પોલીસ કમિશનર કચેરી ગયા હતા અને રજૂઆત કરી હતી. એ સમયે પીએસઆઇ ગઢવી અમારી પાસે આવીને એવું કહયું હતું કે, તમારા ડુબી ગયેલા નાણા સાહેબ કઢાવી આપશે પણ એ માટે તમારે ડુબી ગયેલા નાણા પાછા આવે તો સાહેબને 30% રકમ આપવી પડશે. એ સમયે મેં પીઆઇ ગઢવીને કહયું હતું કે, આ તો અમારી મહેનતના કાયદેસરના નાણા છે અને પોલીસ અમારા નાણા પાછા અપાવી શકે છે અને અપાવા જોઇએ એ કઢાવવા માટે અટલી બધી મોટી રકમનું કમિશન આપી ન શકાય. ધણી લાંબી ચર્ચા ચાલી હતી અને ખુબ રકઝકને અંતે છેવટે 15% કમિશનરને આપવાનું નક્કી કર્યુ હતું.

સૌરાષ્ટ્ર ક્રાંતી એ એવો પ્રશ્ર્ન કર્યો હતો કે, આ ડીલ થયા પછી આપને ડુબેલા નાણા પછી કેટલા પાછા મળ્યા અને કેટલા નાણા પોલીસને આપ્યા હતા? આ પ્રશ્ર્ન પુછવામાં આવતા જગજીવનભાઇ સખીયાએ જણાવ્યું હતું કે, અમને રૂ.1 કરોડ 20 લાખ જેટલી રકમ ચેકના રૂપમાં પાછી મળી હતી. જો કે ચેકની એ રકમ અમને મળી ગઇ છે. બે કટકે પોલીસને 75 લાખ આપ્યા હતા. સૌપ્રથમ રૂ.50 લાખ પીએસઆઇ સાખરાને હાથમાં આપ્યા હતા. ભુપેન્દ્ર રોડ પાસે આવેલી એક ઓફિસમાં અમને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અમે કમિશનરને આપવા પેટેના રૂ.50 લાખ પીએસઆઇ સાખરાને આપી દીધા હતા. બે દિવસ પછી બીજા રૂ.25 લાખ કમિશનર માટે લેવા માટે કોઇ વ્યકિત અમારી પાસે આવી હતી. પોલીસે મોકલેલી એ વ્યકિતને હું ઓળખતો નથી. કમિશન માટેના બીજા 25 લાખ અમે આપી દીધા હતા.

આ રીતે જગજીવન સખીયાને પોલીસ સાથે જે ડીલ કરવાની ફરજ પડી છે તેમાં કમિશનરને નાણા પહોંચાડવાના વચેટીયા તરીકે પીઆઇ ગઢવી અને પીએસઆઇ સાખરાના નામો પણ બહાર આવ્યા છે.બાકીની રકમ તમને કઇ રીતે પોલીસે પાછી અપાવી છે એ સવાલના જવાબમાં જગજીવનભાઇએ એવો ઘડાકો કર્યો હતો કે, કેટલીક એવી મિલ્કતોના કબ્જા ખત અમને અપાવી દેવામાં આવ્યા છે. ડબલ ભાવ ગણીને આવી કેટલીક મિલ્કતોના કબ્જા ખત અમને પોલીસે અપાવ્યા છે અને કહી દીધુ છે કે, બાકીની આ રકમ તમજે મિલ્કત પેટે આપી દેવામાં આવી છે. હવે વાસ્તવીકતા એ છે કે, એક તો આ મિલ્કતો બજાર કરતા બેવડા ભાવ ગણીને અમને પધરાવી દઇ હિસાબ પુરો કરી નાખવામાં આવ્યો છે.

પણ આ મિલ્કતો અમે કઇ રીતે વહેંચી શકીએ. માત્ર કબજા ખતનો કાગળ થઇ જવાથી અમે માલિક બની જાતા નથી એટલે અમે કઇ રીતે વહેચી શકીએ. અમે એ મિલ્કતો વાળાને પૈસા આપીને દરસ્તાવેજ કરીએ તો જ અમે એ મિલ્કતના માલિક બની શકીએ. પણ પોલીસે બાકીની રકમ પેટે આવી મિલ્કતો અમને પધરાવી આખા મામલાનો વીટો વાળી દીધો છે. માત્ર કબજા ખત અમને પોલીસે લખાવી દીધા છે. જેના થકી અમે આ મિલ્કતો વહેચી જ ન શકીએ અને અમારા બાકીના નાણા પણ અમને કદી મળે નહીં. અમારા જેવા પહોંચતા માણસને પણ પોલીસની હપ્તાખોરી નો ભોગ બનવું પડયું છે એવું કહેતા જગજીવન સખીયાએ સ્પષ્ટ જણાવ્યું હતું

કે, અમે જયારે 75 લાખ આપ્યા બાદ ગૃહમંત્રી સુધી રજૂઆત કરી હતી. ત્યારબાદ જ અહીં અમારી ફરીયાદ લેવામાં આવી હતી. ત્યાં સુધી માત્ર અરજી પર જ કામ ચાલી રહયું હતું. મારા ભાઇ સાથે જે છેતરપીંડી થઇ તેની અમે પોલીસને જાણ કરી છતાં કોઇ એફઆઇઆર ત્યારે દાખલ કરવામાં આવી ન હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ ક્રાઇમ બ્રાન્ચમાં માત્ર અરજીઓ જ લેવામાં આવે અને તેના પર જ કામ ચાલુ રાખવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

કદી ફરીયાદો નોંધાવામાં આવતી નથી. રાજકોટ પોલીસ માત્ર અરજીઓ લઇને કામ કરે છે. નહીંતર એક ધારાસભ્યને પણ છેક ઉપર સુધી જઇને ગૃહમંત્રીનું ધ્યાન દોરવું પડે એ પોલીસની કામગીરી વિશે ધણુ કહી જાય છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે,જયારથી આ સીપી આવ્યા છે ત્યારથી પોલીસમાં માત્ર સાદી અરજી પર જ કામ થાય છે. અમે પણ ગૃહમંત્રીને ફરીયાદ કરી એ પછી જ ફરીયાદ લીધી હતી. એ પહેલા તો અમારી પાસેથી રૂ.75 લાખ પડાવી લીધા હતા અને બીજા 30 લાખની ઉધરાણી ચાલુ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here