સતત ત્રીજા વર્ષે સિધ્ધિ મેળવીને હેટ્રીક કરી
પ્રેમસ્વરૂપ સ્વામી અને ત્યાગવલ્લભ સ્વામીએ અભિનંદન પાઠવ્યા
ભારત સરકારનાં શિક્ષણ મંત્રાલય અંતર્ગત કાર્યરત ઈન્સ્ટિયુશન્સ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા રાજકોટની આત્મીય યુનિવર્સિટીને ચાર સ્ટાર એનાયત કરવામાં આવ્યા છે. ઇનોવેશન કાઉન્સિલ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલ રેન્કિંગમાં આત્મીય યુનિવર્સિટીને અગ્રક્રમે જાહેર કરવામાં આવી છે.
આત્મીય યુનિવર્સિટીએ આ સિધ્ધિ સતત ત્રીજા વર્ષે મેળવીને હેટ્રીક કરી છે. ભારતની જનતામાં રહેલી સર્જનાત્મક ક્ષમતાને પાંખ આપવા તત્કાલિન પ્રધાનમંત્રી દ્વારા ઇ.સ. 2010થી 2020ના દાયકાને ‘ઇનોવેશનનો દાયકો’ જાહેર કરવામાં આવ્યો હતો. વિશ્ર્વમાં ભારતને ‘ઇનોવેશન હબ’ તરીકે ઓળખ મળે તે માટે યુવાનો અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આગળ આવે તે જરૂરી છે. યુવાનોના વિચારો, સર્જનાત્મકતા અને સંશોધનોને માનવસમાજ માટે ઉપયોગી શોધોમાં રૂપાંતરિત કરવામાં વિશ્ર્વવિદ્યાલયોએ ઉદ્દીપકની ભૂમિકા ભજવવાની છે.
Visit Saurashtra Kranti Homepage here
વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં ઇનોવેશન તેમજ ઉદ્યમ સાહસિકતાનો વિકાસ થાય તેવી યોજનાઓ અમલમાં મુકનારાં ઉચ્ચ શિક્ષણનાં યુનિવર્સિટી સહિતનાં સંસ્થાનોને ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય ‘રેન્કિંગ ઓફ ઈન્સ્ટિટ્યૂશન્સ ઓન ઇનોવેશન’ અંતર્ગત એક પધ્ધતિ અનુસરીને દર વર્ષે તારાંકિત અને ક્રમાંકિત કરે છે.
આત્મીય યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર અને યુનિવર્સિટીની ઇનોવેશન કાઉન્સિલના અધ્યક્ષ ડો. આશિષ કોઠારીના જણાવ્યા પ્રમાણે વર્ષ 2020-થ21માં ઉત્કૃષ્ટ દેખાવ કરનારાં સંસ્થાનોમાં ગુજરાતમાંથી માત્ર બે યુનિવર્સિટીને ચાર સ્ટારથી તારાંકિત જાહેર કરવામાં આવી છે. તેમાં આત્મીય યુનિવર્સિટીનો પ્રથમ ક્રમે સમાવેશ થાય છે. આ માટેનાં માપદંડોમાં યુનિવર્સિટીમાં કાર્યરત ઇનોવેશન કાઉન્સિલની વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાની ખીલવણીમાં અને સંશોધનો માટે અનુકૂળ વાતાવરણ સર્જવામાં ભૂમિકાને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે.
Read About Weather here
આ સિધ્ધી માટે તેઓએ આત્મીય યુનિવર્સિટીનાં પ્રો-ચાન્સેલર પ્રો. શીલા રામચંદ્રન, વાઇસચાન્સેલર ડો. શિવકુમાર ત્રિપાઠી, ઇનોવેશન કાઉન્સીલનાં અધ્યક્ષ ડો. આશિષ કોઠારી, સંયોજક પ્રો. કેયૂર પરમાર તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં છે.(1.16)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here