રાજકોટના 330 સહિત રાજ્યભરના 10 હજાર તબીબો આંદોલનના માર્ગે

રાજકોટના 330 સહિત રાજ્યભરના 10 હજાર તબીબો આંદોલનના માર્ગે
રાજકોટના 330 સહિત રાજ્યભરના 10 હજાર તબીબો આંદોલનના માર્ગે

સરકારમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી અને હડતાળના એલાન કર્યા બાદ હડતાળ 3 વખત મોકૂફ રાખેલ હોવા છતાં કોઇ નક્કર નિર્ણય ન લેવાતા અચોક્કસ મુદતની હડતાળની ચીમકી

આગમી તા. 4 ને સોમવારથી રાજકોટના 330 સહિત રાજ્યના 10 હજારથી વધુ તબીબો અચોક્કસ મુદતની હડતાળ પર જશે. તબીબોના જણાવ્યા મુજબ ગુજરાત મેડિકલ ટીચર્સ અસોસિએશન, ૠખઊછજ ફેકલ્ટી અસોસિએશન,ગુજરાત ઇન્સર્વિસ ડોક્ટર્સ અસોસિએશન, ૠખજ ઈહફતત ઈંઈં ખઘ અસોસિએશન સહિત રાજ્યભરના 10000 તબીબો આંદોલનના માર્ગે ઉતરવાની તૈયારીમાં છે. તમામ તબીબી અસોસિએશન દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ડોકટરસ ફોમની રચના કરેલ છે અને તેના નેજા હેઠળ સંયુક્તપણે આંદોલન કરવામાં આવનાર છે. રાજકોટ મેડિકલ કોલેજ ના 180 તબીબી શિક્ષકો અને રાજકોટ જિલ્લા તેમજ તાલુકાના પીએચસી અને સીએચસીના 150 સરકારી તબીબો સહિત કુલ 330 તબીબો સંયુક્ત થઈ ને આંદોલન કરશે.

Visit Saurashtra Kranti Homepage here

16/5/21 ના રોજ અગાઉની સરકારે તબીબી શિક્ષકોને 12 મુદ્ાની માંગણી મજૂર કરતો એક ઠરાવ કરેલ હતો. પરંતુ , આજે 10 મહિના વિત્યા હોવા છતાં 9 માંગણીઓમાં તો કોઈ જ કાર્યવાહી થયેલ નથી. તદ્ઉપરાંત તાજેતરમાં તા. 22/11/21 ના રોજ એક નવો ઠરાવ કરેલ છે. જેમાં મહતમ પગાર 2,37,500થી ઘટાડી 2,24,500 કરેલ છે અને આ જ ઠરાવ માં 2012 મોદી સરકારે આપેલ પર્સનલ પે નો લાભ પણ પરત લીધેલ છે. અગાઉ પણ સરકારમાં લેખિત રજૂઆત તેમજ મિટિંગ કરેલ છે અને સરકારમાં મંત્રીઓ સાથે મિટિંગ કરી અને હડતાળના એલાન કર્યા બાદ હડતાળ 3 વખત મોકૂફ રાખેલ છે .

Read About Weather here

સરકાર દ્વારા તેઓ સાથે થયેલ સમજૂતી મુજબ આજ સુધીમાં તમામ માંગણીઓ પૂર્ણ કરવાનું વચન આપેલ છે પરંતુ કશું જ કામ થયેલ નથી. મુખ્ય માંગણીઓમાં કેન્દ્રના ધોરણે પરંપરા મુજબ 1/7/2017 થી 20 % એનપીએ (નોન – પ્રેક્ટ્રિસિંગ એલઉન્સ) આપવું, એડહોક સેવા વિનિમિયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું , પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું , 15 % સિનિયર ટ્યૂટરોને ત્રીજા ટીટૂ નો લાભ આપવો વગેરે એક પણ કામ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં ન આવતા આંદોલન કરીને આગામી તા. 4 થી હડતાલ કરવાની ચિમકી ઉચારવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here