રાજકોટના હોસ્પિટલ કાંડ મામલે ગુજરાત સરકાર પર સુપ્રીમ ખફા

રાજકોટના હોસ્પિટલ કાંડ મામલે ગુજરાત સરકાર પર સુપ્રીમ ખફા
રાજકોટના હોસ્પિટલ કાંડ મામલે ગુજરાત સરકાર પર સુપ્રીમ ખફા

શું લોકોને અગ્નીમાં હોમાતા છોડી દેવાના છે : સુપ્રીમની તીખી ટકોર
રાજય સરકારના જાહેરનામાંની સખત શબ્દોમાં વખોડતી અદાલત : શું દર્દીઓ આગમાં સળગતા રહે એ માટે હોસ્પિટલોનો પીળો પરવાનો આપ્યો છે?
રાજય સરકારને સુપ્રીમનો આકરો સવાલ :જાહેરનામાં થકી સુપ્રીમના આદેશને ઉલ્ટાવવા બદલ સોગંદનામુ રજૂ કરો, સુપ્રીમનો આદેશ

રાજકોટ હોસ્પિટલ અગ્નીકાંડને પગલે સુપ્રીમે ફાયર સેફટી અંગે આપેલા આદેશને ઉલ્ટાવી નાખતું જાહેરનામું બહાર પાડવા બદલ સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારનો સખત શબ્દોમાં ઉધડો લીધો હતો.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ સહિત અન્યત્ર કોવિડ હોસ્પિટલો સર્જાયેલી આગજની અને દર્દીઓના મૃત્યુને મામલે રાજય સરકાર પર અદાલતના આદેશોનો ભંગ કરવાનો દોષારોપણ કરતા જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડે ટકોર કરી હતી કે,

રાજયમાં કોવિડ હોસ્પિટલોએ 2022 સુધી ફાયર સેફટીના નિયમોને અનુસરવાનું નથી.

એવું દર્શાવીને રાજય સરકારે હોસ્પિટલોને ફાયર સેફટીના મામલે વધુ સમય આપ્યો છે. પણ હોસ્પિટલો નીતિ નિયમો અનુસરે ત્યાં સુધીમાં તો દર્દીઓ આગમાં ભસ્મીભુત થતા રહેશે.

રાજય સરકારનું જાહેરનામું એવી છાપ ઉભી કરે છે કે, રાજય સરકાર ગેરકાયદે કૃત્યને છાવરી રહી છે અને ગેરકાયદેસરતાનું રક્ષણ કરી રહી છે.

સુપ્રીમે એવી પણ ટકોર કરી હતી કે, અમે એકવાર આદેશ આપ્યો હોય એ પછી વહીવટી હુકમ બહાર પાડીને તેને ઉલ્ટાવી શકાય નહીં.

તમે હોસ્પિટલોને પીળો પરવાનો આપ્યો છે અને 2022 સુધી ફાયર સેફટીના નિયમોનું પાલન નહીં કરવાનું પુરો અધિકાર આપ્યો છે.

તેનો મતલબ એ થયો કે, આવી આગજની થતી રહેશે અને દર્દીઓ ભસ્મીભુત થતા રહેશે.

જસ્ટીસ ચંદ્રચુડે ટકોર કરી હતી કે, નાસીકમાં એક દર્દીને બીજા દિવસે રજા આપવાની હતી એ દર્દી અને બે નર્સમાં વોસરૂમમાં ગયા અને જીવતા ભથ્થુ થઇ ગયા હતા. આપણી નજરની સામે આ માનવ કરૂણતા ભરી દુર્ઘટનાઓ સર્જાઇ રહી છે.

હોસ્પિટલો અત્યારે એક મોટા રીએલેસ્ટેટ ઉદ્યોગ સમાન બની ગઇ છે અને માનવીય વેદનાઓ અને સમસ્યાઓ પર જ જીવી રહી છે.

સુપ્રીમ કોર્ટે ચાર નાના રૂમમાં ચાલતી આવી હોસ્પિટલો બંધ કરાવી દેવા આદેશ આપ્યો હતો.

એટલુ જ નહીં સુપ્રીમના આદેશ પછી બહાર પાડવામાં આવેલા જાહેરનામાં અંગે ખુલાસો કરતું સોગંદનામુ રજુ કરવા ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો.

રાજય સરકારે સમય માંગ્યો હતો પણ અદાલતે દર્શાવ્યું હતું કે, ગુજરાત સરકાર એવું જાહેરનામું લાવી છે કે, કોવિડ હોસ્પિટલોને ફાયર સેફટી સીસ્ટમ સ્થાપવા માટે માર્ચ 2022 સુધીનો સમય આપ્યો છે.

જસ્ટીસ એમ.આર.શાહે આ અંગે રાજય સરકારનો ખુલાશો પુછયો હતો અને સોગંધનામુ રજૂ કરવા આદેશ આપ્યો છે. એટલુ જ નહીં એકશનટેકન રીર્પોટ પણ રજૂ કરવાની તાકિદ કરી છે.

સુપ્રીમના હુકમ મુજબ ફાયર સેફટી ઓડીટ અંગે કેવા પગલા લેવાયા છે એ દર્શાવવાનો પણ સુપ્રીમે આદેશ આપ્યો છે.રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નીકાંડમાં 6 દર્દી માર્યા ગયા હતા.

આ ઘટનાને આધાત જનક ગણાવતા સુપ્રીમની બેંચે જણાવ્યું હતું કે, રાજય સરકાર હકીકતો પર ઠાંક પીછોડો કરી રહી છે.

સરકારને એવું લાગે છે કે બધુ સારૂ થઇ ગયું પણ રાજય સરકાર ખુદ તેના ચીફ ઇલેકટ્રીકલ એન્જીનીયરના અહેવાલથી વિપરીત અને વિરોધાભાષી વાતો કરી રહી છે.

Read About Weather here

હકીકતે અગ્નીકાંડ જેટલા થયા એ પછી રાજય સરકાર દ્વારા કોઇ પગલા લેવાયા નથી. એનો અર્થ એ થયો કે અદાલતના આદેશોની ઉલ્લંધન કરી અદાલતનો તિરસ્કાર કરવામાં આવ્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here