રાજકોટના રાજમાર્ગો પર ઇલેક્ટ્રિક સીટી બસ દોડશે

રાજકોટના રાજમાર્ગો પર ઇલેક્ટ્રિક સીટી બસ દોડશે
રાજકોટના રાજમાર્ગો પર ઇલેક્ટ્રિક સીટી બસ દોડશે

મનપાના સ્ટે.ચેરમેન પુષ્કર પટેલની જાહેરાત: 24 બસો મુકાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદૂષણ ઘટે તે માટે જુદા જુદા પગલાઓ લઇ રહી છે. પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે સૌ પ્રથમ વખત જાહેર પરિવહન સેવામાં એટલે કે, સિટી બસ સેવામાં 50 મીની

Visit Saurashtra Kranti Homepage here

કુલિંગ એ.સી. ઇલેકિટ્રક બસ ગ્રોસકોસ્ટ મોડલ દિલ્હી પાસેથી ખરીદવાનું મંજુર કરવામાં આવેલ હતું રાજકોટ શહેરને પ્રદૂષણ મુક્ત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી અગાઉ 50 ઈલેક્ટ્રિક બસ મંજૂર થઈ હતી.

ત્યાર બાદ 100 ઈલેક્ટ્રિક બસ મંજૂર કરવામાં આવી છે. આગામી જાન્યુઆરી મહિનામાં 150 ઈલેક્ટ્રિક બસ રાજકોટના માર્ગો પર દોડશે. શહેરમાં દોડતી તમામ સિટી અને બીઆરટીએસ બસો ઈલેક્ટ્રિક બસમાં ફરવાશે.તેમાથી હાલમાં ટ્રાઇલ માટે સૌ પ્રથમ આગામી સપ્તાહથી 24 બસો રાજકોટના રાજમાાર્ગો પર દોડશે.

ત્યારબાદ તબક્કાવાર જરૂરિયાત મુજબ ઈલેક્ટ્રિક બસોની સંખ્યા વધારવામાં આવશે અને તમામ સિટી બસ તથા બીઆરટીએસ માં બસ ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. ઈલેક્ટ્રિક બસથી તંત્રને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે.

Read About Weather here

કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા ફેમ-ટુ યોજના હેઠળ ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે તેના વપરાશ પર પ્રતિ કિ.મી. રૂ.25 સુધીની સબસીડી પણ આપનાર છે. રાજકોટને 20 કરોડની એરક્વોલિટી ગ્રાન્ટ મળી હોવાનું પણ જાણવા મળેલ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here