રાજકોટના રસ્તાઓ તુટવાનું કારણ શું?

રાજકોટના રસ્તાઓ તુટવાનું કારણ શું?
રાજકોટના રસ્તાઓ તુટવાનું કારણ શું?

વોર્ડ એન્જિયરો સાથે બેઠક યોજતા બાંધકામ સમિતિ ચેરમેન કેતન પટેલ
ધોધમાર વરસાદથી રસ્તામાંથી ડામર ઉખડ્યા: 3 કરોડથી વધુનું નુકસાન

રાજકોટમાં એક સાથે તૂટી પડેલા વરસાદના પગલે અનેક જગ્યાએ તારાજીના દૃશ્યો સર્જાયા છે. જેથી સૌથી વધુ ખેડૂતોને નુકસાન થયું છે. રાજકોટમાં ધોધમાર વરસાદે રસ્તામાંથી ડામર ઉખાડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રૂ.3 કરોડથી વધુનું નુકસાન થયું છે. શહેર અને જિલ્લામાં અતિવૃષ્ટિ અને નુક્સાની અંગેનો સર્વે શરૂ કરાશે અને તેના માટે રૂ. 5 કરોડની રકમ ફાળવવામાં આવશે.

અગાઉ મેયરે તુટલા રસ્તા બાબતે જણાવ્યું હતુ કે, નેશનલ હાઇવે સાથે જોડાયેલા રસ્તાઓ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ને જાણ કરી દેવામાં આવી છે.આગામી સપ્તાહે મીટીંગ કરી રસ્તા તુરંત રીપેર કારવા સૂચના આપી છે.

રાજમાર્ગો પર રોડને નુકસાનીનો સર્વે શરૂ થઇ ગયો છે. તે બાદ રહેણાંક વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. કુવાડવા રોડ, પેડક રોડ, ચુનારાવાડ, મનહર પ્લોટ, હાથીખાના,

ગોંડલ રોડ, મોચી બજાર, શીતલપાર્ક, રૈયાધાર, સાધુ વાસવાણી, વિમલનગર, મવડી સહિતના મેઇન રોડને મોટું નુકસાન થયું છે.તે ઝડપથી રીપેર કરવામાં આવશે.

આ રસ્તાઓ દર ચોમાસામાં તુટી જતા હોય છે. થોડો વધુ વરસાદ પડે અટલે મસમોટા ખાડાઓ પડી જતા હોય છે. ત્યારે આ ખાડા મામલે રાજકોટ મનપાના બાંધકામ શાખા સમિતીના ચેરમેન કેતન પટેલ એન્જિનયરો સાથે એક મિટીંગ કરીને રસ્તાઓ તુટવા પાછળનું કારણ જાણ્યુ હતું.

ચેરમેનના જણાવ્યા પ્રમાણે વરસાદ ખાલી રાજકોટમાં નથી પડતો મુંબઇ, કશ્મીર,દિલ્લીમાં રાજકોટ કરતા વધુ વરસાદ પડે છે છતાં પણ રસ્તાઓ તુટવાના બનાવો ઓછા બને છે.

તેથી રાજકોટમાં પણ એવા રસ્તાઓ બનવા જોઇએ કે જે વરસાદ પડવાથી તુટે નહીં તે માટે આધુનીક ટેક્નોલોજીની ઉપયોથ થાય તેવા વિચારો રજુ કર્યો હતા.

Read About Weather here

ઉપરાંત હવે જે રસ્તાઓ બનાવવામાં આવે તેમાં આધુનીક પધ્ધતીનો ઉપયોગ કરાય તેથી લાંબા સમય સુધી રસ્તો સલામત રહે છે. તે અંતર્ગત સિટી એન્જીનયરોની સાથે મિટીંગ યોજી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here