રાજકોટના બેડલા ગામમાં શિક્ષકની બદલીને લઈને ગ્રામજનોનો વિરોધ…

314
રાજકોટ
રાજકોટ

Subscribe Saurashtra Kranti here

રાજકોટ જિલ્લાના બેડલા ગામમાં આચાર્ય અને શિક્ષકની બદલીને લઈને ગ્રામજનોનો વિરોધ, સ્કૂલમાં તાળાબંધી કરી સૂત્રોચ્ચાર કર્યા

વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવતા હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો


રાજકોટ જિલ્લાના બેડલા ગામે પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થી પાસે રેતી-કપચી ઉપડાવી મજૂરી કામ કરાવવા મામલે મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ બાદ તંત્ર એક્શન મોડમાં આવી પ્રિન્સિપાલ અને શિક્ષકની અન્ય જગ્યા પર બદલી કરી દેવામાં આવી હતી. જેને પગલે આજે બેડલા ગામના ગ્રામજનોએ આચાર્ય અને શિક્ષકનો બચાવ કર્યો હતો. અને તેમની ફરી નિમણુંક કરવાની માંગ સાથે બેડલાની પ્રાથમિક શાળાને તાળા લગાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ અંગે વિરોધ દર્શાવતા એક ગ્રામવાસીએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં આ શિક્ષકોએ ખુબ જ સરાહનીય કામગીરી કરી છે. જેણે વિડીયો વાઈરલ કર્યો એણે એ પણ જોવું જોઈએ કે શિક્ષકો અને આચાર્યએ કેટલું સારું કામ કર્યું છે. અમે આ શિક્ષણ તંત્રનો વિરોધ કરીએ છીએ અને હવે જ્યાં સુધી આચાર્ય સહિત શિક્ષકોની ફરી નિમણુંક નહીં થાય ત્યાં સુધી સ્કૂલ બંધ જ રહેશે.

રાજકોટના બેડલા ગામમાં શિક્ષકની બદલીને લઈને ગ્રામજનોનો વિરોધ... રાજકોટ

થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ રિપોર્ટના આધારે શિક્ષક અને આચાર્યની બદલી ફરમાવતું ઓર્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આચાર્યની ઉપલેટા તાલુકા અને શિક્ષકની વીંછિયા તાલુકા ખાતે બદલી કરવામાં આવી હતી. આજે સમગ્ર શિક્ષક સંઘ એકઠું થઇ રાજકોટ જિલ્લા પંચાયત કચેરી ખાતે અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. આચાર્ય અને શિક્ષક મનાઇ કરવા છતાં બાળકો કામ કરતા હતા એવું કહી લુલો બચાવ કરી ખોટાને પ્રોત્સાહન આપતા હતા. જો કે બનાવ અંગે ખુદ આચાર્યએ પોતાની ભૂલ સ્વીકાર કરી ભૂલથી વિદ્યાર્થીને કામ સોંપાઇ ગયાનું જણાવ્યું હતું.

એક તરફ, રાજ્ય સરકાર બાળમજૂરી અટકાવવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ, સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટની બેડલા પ્રાથમિક સ્કૂલમાં અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ગુણોત્સવ કાર્યક્રમમાં બાળકો પાસે વાસણ સાફ કરાવ્યાં હતાં. બાદમાં આ જ સ્કૂલમાં રેતી-કપચી ઉપડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. બાળકોને પેનને બદલે શાળામાં પાવડો પકડાવી મજૂરીકામ કરાવવામાં આવતું હોવાની વાતથી વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.

આ અંગે સ્કૂલના આચાર્ય જતીન પરમારે જણાવ્યું હતું કે, સ્કૂલમાં પીવાના પાણીના સ્ટેન્ડ પાસે પેવર બ્લોક પાથરવાનું કામ ચાલી રહ્યું હતું. કડિયાની સાથે આવતા મજૂર માઠા પ્રસંગને કારણે રજા પર હતો. આથી મેં અને એક અન્ય શિક્ષકે રેતી-કપચી પાથરવાનું કામ કર્યું હતું. આ દરમિયાન એક વિદ્યાર્થી પણ આવ્યો હતો, જેને ભૂલથી કામ અપાય ગયું હશે એવો બચાવ કર્યો હતો.

Read About Weather here

વીડિયોમાં જોવા મળતાં દશ્યો મુજબ વિદ્યાર્થી પાવડા વડે કપચી હાથલારીમાં ભરી રહ્યો હતો. વિદ્યાર્થીની ક્ષમતા કરતાં પણ વધારે કામ કરાવવામાં આવી રહ્યાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ બીમાર પડે તો જવાબદારી કોની એવા સવાલો પણ લોકોમાં ઊઠ્યા હતા. વિદ્યાર્થીઓને પેન ઉપાડવાની જગ્યાએ સ્કૂલ દ્વારા પાવડા ઉપડાવી મજૂરી કરાવવામાં આવી રહી હતી.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here