રાજકોટ પોલીસ હમણાથી બહુ મોટા પ્રમાણમાં ચર્ચામાં રહી છે. કથીત તોડકાંડના આક્ષેપો થયા પછી ગાડી માંડ પાટે ચડી ત્યા વળી વળાંક આવી ગયો અને દારૂ કાંડ આવ્યો પછી ક્રાઇમ બ્રાન્ચમાં મોટા પ્રમાણમાં બદલીની મૌસમ આવીને નવા કર્મચારીઓની નિમણુંક કરાઇ છે. તાજેતરમાં તો ક્રાઇમ બ્રાન્ચને વધુ એક પીઆઇ પણ આપવામાં આવ્યા છે. હવે ક્રાઇમ બ્રાન્ચમાં એક ડીસીપી, એક એસીપી, બે પીઆઇ સહિતની ટીમો થઇ ગઇ છે. ટીમો પણ વધી ગઇ છે પણ કામગીરીમાં જોઇએ તો અનેક મોટાગજાના બુકીઓ બેફીકર પોતાનો ધંધો કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
જાણે તેને કોઇ કાયદાનો ડર જ ન હોય!. ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહીલે અગાઉ ક્યારેક જણાવ્યું હતું કે સટ્ટાબજાર જેવી પ્રવૃતીઓને ચલાવી લેવામાં આવશે નહીં. પરંતુ અત્યારે શહેરમાં ખાલી એક નજર કરીએ તો 10 થી વધુ બુકીઓ ખુલ્લેઆમ પોતાનો ધંધો ધમધમાવી બેઠા છે. છતાં તેનો કોઇ વાળ વાંકો કરી શક્યું નથી કારણ શું છે તે તો ખબર નથી પણ સરાજાહેર નામ ચર્ચાઇ છે અનેક મોટા લોકો આ બુકી સાથે જોડાયેલ છે છતા તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
બુકીના પંટર સામાંકાઠાના રામનાથ પરા વિસ્તારમાં ઓફીસ ચલાવીને કરોડોના હવાલાઓ પાડે છે શહેરની મોટા આંગણીયામાં બુકીઓના કરોડોના વહીવટ ચાલે છે છતા પોલીસ કંઇ કાર્યવાહી ન કરતા અનેક પ્રશ્ર્નો સર્જાઇ રહ્યા છે. કદાચ શું પોલીસ આ ધંધા ચાલુ રાખવામાં માનતી હશે?? તેવો પણ પ્રશ્ર્ન શહેરીજનોના મનમાં થઇ રહ્યો હશે.શહેરમાં સટ્ટો રમાય છે વધુ તેની સામે બુકીઓ અને પંટરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પકડાઈ રહ્યા છે !! તેમા પણ તુલા રાશી ધરાવતા બુકીનો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દબદબો કરી બેઠો છે.
તેના 500 જેટલા ડબ્બાના વહીવટો અને આઇડીમાં પણ કરોડોનો વહીવટ કરવામાં આવતા હોવાથી વાત પણ જાહેર હોવા છતાં પોલીસ તેનો વાળ વાકોં કરી શકી તેમ નથી. એવી પણ ચર્ચાઓ થાય છે કે તે પોલીસનો લાડકો બુકી છે!!બીજી બાજુ બુકીબજારમાં સંભળાતી વિગતો પ્રમાણે પોલીસની ધોંસને કારણે ટેલિફોનથી ચાલતો સટ્ટો ઘણો ઘટી ગયો છે અને ક્યાંક ક્યાંક ચાલી રહ્યો છે તે પણ ભારે ડર વચ્ચે રમાઈ રહ્યો છે પરંતુ આઈડી થકી સટ્ટો ખેલવાનું હજુ પણ ધમધોકાર ચાલી રહ્યું છે. આશ્ર્ચર્ય એ વાતની પણ છે કે એકાદ-બેને બાદ કરતાં અન્ય પોલીસ સ્ટેશનોએ તો હજુ સટ્ટો પકડવાનું ખાતું પણ ખોલ્યું નથી ત્યારે શું તેમના વિસ્તારમાં સટ્ટો નહીં રમાતો હોય તે પ્રશ્ર્ન પણ ઉઠ્યા વગર રહેતો નથી.
બીજી ચર્ચાની વાત એકે ખાલી તુલા રાશી વાળી બુકી નહીં પરંતુ તેના જેવા અનેક બુકીઓ હજી પણ શહેરમાં એક્ટિવ જ છે. કદાચ પોલીસ તેના વિશે અજાણ હોઇ શકે.! અને તુલા રાશી પોલીસ માટે હંમેશા ભારે જ પડી છે તે પોલીસમાં રહેલા જુના કર્મચારીઓ જાણે જ છે. અગાઉ પણ બુકી ક્ષેત્રે રાજકોટ સહિત રાજ્યભરમાં તુલા રાશીનો નામ ધારક પોતાનું નેટવર્ક ચલાવતો પણ તેને પોતાનો ધંધો સંકેલી લેતા ફરી હાલમાં અત્યારે આ રાજા એક્ટીવ થયા છે.
હાલમાં બેફામ બનેલા બુકીઓ સામે પોલીસની કોઇ કાર્યવાહી ન હોવાથી ફરી એક વાર રાજકોટમાં સ્ટેટ વિજેલેન્સે દરોડા પાડવા માટે પોતાના શસ્ત્રો સજાવી લીધાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. જાણવા મળતી વિગત મુજબ રાજકોટ શહેરના જેટલા બુકીઓ હાલમાં એક્ટિવ છે તેનું લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે અને હાલમાં તો બુકીની તમામ મુમેન્ટ પર નજર રાખી દેવામાં આવી છે. આગામી દિવસોમાં બુકીઓની હિસ્ટ્રી મેળવેની સિધાજ સ્ટેટ વિજેલન્સ દ્વારા દરોડા પાડવામાં આવશે અને તમામ બુકીઓને દબોચી લેવા સતત તૈયારીઓ થઇ રહી ેછે.
Read About Weather here
તુલા રાશીના વાળા બુકી સાથે કેટલા લોકો જોડાયેલા છે કેટલા પ્રમાણમાં વહીવટ કરાઇ છે તે તમામ માહીતી ભેગી કરાઇ! છે અને આંગણીયા પેઢીની સામે પણ તપાસ થાય તેવી પુરી શક્યતાઓ છે. હજુ પણ અધિકારીઓ બુકીઓ પર ધોશ બોલાવી પકડી પાડે તો આબરૂ બચી શકે તેમ છે: બાકી જે થવાનુ છે તેને કોણ રોકી શકે??? આગામી દિવસોમાં પોલીસે ફરી આબરૂ ગુમાવવાનો વારો ન આવે તો સારૂ તેવુ પણ લોકોમાં ચચાઇ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here