રાજકોટનાં શખ્સે કાર ચાલકને માર મારી તોડફોડ કરી

રાજકોટનાં શખ્સે કાર ચાલકને માર મારી તોડફોડ કરી
રાજકોટનાં શખ્સે કાર ચાલકને માર મારી તોડફોડ કરી

શાપર-વેરાવળ પોલીસે ગણતરીની કલાકોમાં રાજકોટનાં વિપ્ર શખ્સને દબોચી લઇ કાર અને ધોકો કબ્જે કરી કાયદાનું ભાન કરાવ્યું

વિરપુરમાં જલારામ બાપાનાં મંદિરે દર્શન કરી પરત આવતા લોહાણા પરિવારની કારને રીબડા પાસે ઓવરટેક કરવા બાબતે આંતરી પોતે રીબડાનો દરબાર હોવાની ઓળખ આપી કારનો કાચ તોડી નાખી કાર ચાલકને માર મારી ધમકી આપતા શાપર પોલીસે રાજકોટનાં વિપ્ર શખ્સને ગણતરીની કલાકોમાં દબોચી લઇ દારૂ ભરેલી બોટલ કાર અને ધોકો કબ્જે કરી શખ્સને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રીનાં રાજકોટ ગોંડલ નેશનલ હાઈ-વે પર અમદાવાદનો લોહાણા પરિવાર પોતાની કાર લઇ વિરપુર જલારામ મંદિરે દર્શન કરી પરત આવતા હતા ત્યારે એક શખ્સે કારની ઓવર ટેક કરવા બાબતે રીબડા પાસે લોહાણા પરિવારની કારને આંતરી કારમાંથી ધોકા કાઢી પોતે રીબડાનો દરબાર હોવાનું કહીં કાર ચાલકને ધોકા વડે હુમલો કરી કારનો કાચ તોડી નાખી નુકશાન કરી 

લોહાણા પરિવારને ધમકી આપી નંબર વગરની આઈ-20 કારમાં નાસી ગયો હોવાથી લોહાણા પરિવારે પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા પોલીસે શાપર-વેરાવળ પોલીસને જાણ કરતા પી.એસ.આઈ કુલદીપસિંહ ગોહિલ સહિતનાં સ્ટાફે હાઈ-વે પર વાહન ચેકિંગ કરી આઈ-20 કારમાં નાસી ગયેલો

Read About Weather here

રાજકોટનાં જાગનાથ પ્લોટમાં એસ્ટ્રોન ચોક પાસે રહેતો હર્ષ વિપુલ જાની નામના શખ્સને કર સાથે દબોચી લઇ કારની તલાસી લેતા તેમાંથી દારૂ ભરેલી બોટલ તથા લાકડાનો ધોકો મળી આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here