પહેલા 2 બોલમાં તો અમ્પાયરે તેને આઉટ જાહેર કરી દીધો હતો, પરંતુ ત્યારપછી DRSની સહાયથી રહાણે બચી ગયો હતો. IPLમાં રવિવારે રમાયેલી ટૂર્નામેન્ટની 19મી મેચમાં કોલકાતાના અજિંક્ય રહાણે પહેલી જ ઓવરમાં 3 વાર આઉટ થતા-થતા બચ્યો હતો. જોકે ત્રીજા બોલ પર જે થયું એ જોવાજેવું રહ્યું હતું. તો ચલો આપણે આ સમગ્ર ઘટના પર નજર ફેરવીએ…..216 રનના ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલા અજિંક્ય રહાણેની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેને પહેલા બોલમાં અમ્પાયરે આઉટ જાહેર કરી દીધો હતો. જોકે ત્યારપછી રહાણેએ DRSનો ઉપયોગ કરી થર્ડ અમ્પાયરના સહારે બંને વાર પોતાની વિકેટ બચાવી લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
દિલ્હીના મુસ્તફિઝુરે ગુડ લેન્થ બોલ પર અજિંક્ય રહાણેને ચોંકાવી દીધો હતો. આ દરમિયાન ડેફેન્ડ કરવા જતા રહાણે બોલ મિસ કરી ગયો હતો. જોકે પંત અને બોલરે કોટ બિહાઈન્ડની અપિલ કરી હોવાથી અમ્પાયરે આઉટ આપી દીધો. પરંતુ રહાણેએ રિવ્યૂ લઈ પોતાની વિકેટ બચાવી લીધી હતી. આ દરમિયાન બોલ અને પેડનો સંપર્ક થયો હતો.મુસ્તફિઝુરે આ વખતે રહાણે સામે LBW અપિલ કરી હતી. જેને અમ્પાયરે આઉટ આપી દેતા રહાણેએ ફરીથી રિવ્યૂ લીધો હતો. આ દરમિયાન રિપ્લેમાં જોવા મળ્યું કે બેટ અને બોલનો સંપર્ક થયો છે અને અમ્પાયરે બંને બોલ પર નિર્ણય બદલવો પડ્યો હતો.
અને પહેલા બે બોલમાં રહાણે માંડ-માંડ બચ્યો હતો.મુસ્તફિઝુરના બોલ પર રહાણે શોટ મારવા જતા તે ચૂકી ગયો હતો અને રિષભ પંતે બોલ કેચ કરી લીધો હતો. જોકે આ દરમિયાન બોલર અથવા કીપર પંતે પણ કોટ બિહાઈન્ડની અપિલ કરી નહોતી. તેવામાં મેચ દરમિયાન રિપ્લે જોતા જાણવા મળ્યું કે સ્નિકો મીટરમાં બેટ પાસે બોલ હતો ત્યારે સ્પાઈક આવ્યો હતો. જેનો સ્પષ્ટપણે અર્થ થાય છે કે બોલ અને બેટ વચ્ચે સંપર્ક થયો હતો. પરંતુ કોઈપણ દિલ્હીના ખેલાડીએ અપિલ ન કરતા રહાણેને જીવનદાન મળ્યું હતું. અજિંક્ય રહાણેને ત્રણ વાર જીવનદાન મળ્યું હોવા છતા તે સારી ઈનિંગ રમી શક્યો નહોતો.
Read About Weather here
આ દરમિયાન તેણે 14 બોલમાં માત્ર 8 રન જ કર્યા હતા અને ત્યારપછી મિડઓન પર શાર્દૂલ ઠાકુરે તેનો કેચ પકડ્યો હતો. આ સીઝનમાં અત્યારસુધી રહાણે ફ્લોપ રહ્યો છે. તેણે 5 ઈનિંગમાં માત્ર 80 રન જ કર્યા છે.IPLમાં રવિવારે ડબલ હેડરનો દિવસ છે, જેની પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે 44 રનથી કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવી દીધું છે. આની સાથે જ ખલીલ અહેમદે પણ 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેવામાં 216 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 171 રન જ કરી શકી હતી. આ ઈનિંગમાં કેપ્ટન શ્રેયસે શાનદાર ફિફ્ટી મારી હતી પરંતુ તે કોલકાતાને મેચ જિતાડી શક્યો નહોતો.કુલદીપ યાદવે આ મેચમાં શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here