રસ્તા વચ્ચે જીવલેણ ગટર…!

રસ્તા વચ્ચે જીવલેણ ગટર...!
રસ્તા વચ્ચે જીવલેણ ગટર...!
પટનામાં મહિલા મુખ્ય રોડ પર આવેલી એક ગટરમાં પડી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મહિલા એક રિક્ષા પાછળ વાતો કરતા કરતાં ચાલતી હતી અને અચાનક જ રસ્તામાં ખુલ્લી ગટરના હોલમાં પડી ગઈ હતી. જોકે આગળ એક રિક્ષા જતી હતી તેથી મહિલાને ખબર નહીં હોય કે આગળ ગટરનું ઢાંકણું ખુલ્લું હશે. પરિણામે જેવી રિક્ષા જતાં તે ગટરના હોલમાં પડી ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

મહિલાના પડતાં જ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ 18 સેકન્ડમાં જ મહિલાને બહાર કાઢી હતી. જોકે પટનાના આ વીડિયોથી પ્રશાસન સામે ઘણાં સવાલ ઉભા થયા છે. ઘટના તે સમયે થઈ જ્યારે મહિલાના એક હાથમાં સામાન હતો અને બીજા હાથે મોબાઈલ ફોન પર વાત કરતી હતી. આ દરમિયાન ઓવરબ્રીજ પાસે મુખ્યરસ્તા પર જ એક ગટર ખુલ્લી હતી. મહિલા ગટરના હોલમાં પડી તે પહેલાં વાત કરતાં આજુ બાજુ જોતી હતી અને તે દરમિયાન ચાલતા ચાલતા જ તે ગટરમાં પડી ગઈ હતી.

Read About Weather here

ત્યાં હાજર લોકોએ મહિલાને ગટરમાં પડતા પણ જોઈ હતી, તેથી તેને તુરંત બચાવી લેવાઈ હતી.મહિલા ઘટનાના ઘણાં સમય સુધી આઘાતમાં રહી હતી. તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ઘટના પછીથી લોકોમાં પ્રશાસનની મનમાનીના કારણે ખૂબ આક્રોશ છે. આરોપ છે કે સિટી વિસ્તારમાં ઘણી જગ્યાએ ખુલ્લી ગટરો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here