મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.27 જૂન થી 3-જુલાઈ સુધીમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.જેમ કે, રસ્તા પર નડતર 36 રેકડી-કેબીનો ગાયત્રીનગર, આનંદબંગલા ચોક, જંકશન રોડ, જ્યુબેલી માર્કેટ, મોચી બજાર, ગુમાનસીંહજી માર્કેટ, મવડી મેઈન રોડ, પટેલ ક્ન્યા છાત્રાલય, પુષ્કરધામ રોડ, શિવમ પાર્ક, રેસકોર્ષ ગ્રાઉન્ડ , કૃષ્ણનગર મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
જુદીજુદી અન્ય 77 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે જ્યુબીલી, મવડી મેઈન રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, હોસ્પીટલ ચોક, રેલવે જંક્સન, રૈયા રોડ, બસ સ્ટેશન સામે ઢેબર રોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાવડા રોડ, શાસ્ત્રી મેદાન, પરથી જપ્ત કરવામાં આવી હતી, 70 કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ,
Read About Weather here
જ્યુબિલી માર્કેટ, રેલ્વે જંક્શન, આંનદબંગલા ચોક, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.38,500/- વહીવટી ચાર્જ રેલનગર ઢેબર રોડ, ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, નાના મૌવા રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.28,680/- મંડપ ચાર્જ જે રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ, સેટેલાઇટ રોડ, નાના મૌવા રોડ, સાધુવાસવાણી રોડમાંથી વસુલ કરવામાં આવ્યો હતો અને 65 બોર્ડ-બેનરો જે રોડ સંતકબીર રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ, યુનિ. સિટી રોડ, સઢેબર રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.(1.8)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here