રસેલના છગ્ગાથી વધારે સુહાનાની ચર્ચા..!

રસેલના છગ્ગાથી વધારે સુહાનાની ચર્ચા..!
રસેલના છગ્ગાથી વધારે સુહાનાની ચર્ચા..!
આ મેચમાં બોલિવૂડ સ્ટાર અને કોલકાતા ટીમના માલિક શાહરૂખ ખાનની દીકરી સુહાના અને તેનો પુત્ર આર્યન ખાન ટીમનો ઉત્સાહ વધારતા નજરે પડ્યા હતા. શુક્રવારે IPL 2022માં આઠમી મેચ કોલકતા અને પંજાબ વચ્ચે રમાઈ હતી. KKR શાનદાર પ્રદર્શન કરતા આ મેચને 6 વિકેટે જીતી લીધી હતી. ખાસ કરીને સુહાના બધા માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.આ દરમિયાન સુહાનાની મિત્ર અને બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પણ હાજર રહી હતી.
સુહાના પોતાના ભાઈ આર્યન સાથે સેલ્ફી લઈ રહી છે.
IPL ઓક્શન 2022 દરમિયાન પણ ભાઈ-બહેન નજરે પડ્યા હતા.
શાહરૂખ ખાન અને સુહાનાની આ તસવીર IPL 2018ની છે. આ સીઝનમાં હજુ શાહરૂખ ખાન નજરે પડ્યો નથી.

Visit Saurashtra Kranti Homepage here

મેચમાં કોલકાતાના બે ખેલાડી ઉમેશ યાદવ અને આંદ્રે રસેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રસેલે 31 બોલમાં 70 રન બનાવ્યા હતા. જેમા તેણે 8 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 225.80 હતો.રસેલ જેવો છગ્ગો ફટકારતો કે સુહાના, આર્યન અને અનન્યા ખુશીના માર્યા ઝૂમી ઉઠતા હતા. આવી રીતે જેવી ઉમેશ યાદવ વિકેટ લેતો તો પણ આ લોકોની ખુશી સમાતી ન હતી. આ પહેલા પણ સુહાના અને આર્યન કોલકાતાની ટીમ તરફથી મેગા ઓક્શનમાં હાજરી આપી ચૂક્યા છે.

Read About Weather here

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન અત્યાર સુધી કોલકાતાની ટીમને સપોર્ટ કરતો નજરે પડ્યો નથી. તે દરેક સીઝનમાં પોતાની ટીમનો ઉત્સાહ વધારતો નજરે પડ્યો છે. જાણવા મળ્યું છે કે તે પોતાની આગામી ફિલ્મ ‘પઠાણ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.થોડા દિવસો પહેલા ખાન પરીવાર મોટા વિવાદમાં સપડાયો હતો. NCB એ આર્યનને ઈન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલ પર કોર્ડેલિયા ક્રુઝ જહાજ પરથી તેની ધરપકડ કરી હતી. બાદમાં આર્યન ખાન સામે કોઈ પુરાવા મળ્યા નથી.શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પર આરોપ લાગ્યો હતો કે તે ડ્રગ્સનું સેવન કરે છે અને વિદેશી ડ્રગ્સ પેડલર્સના સંપર્કમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here