રસી ન લેનારાને રાશનકાર્ડનું અનાજ અટકાવાશે

રસી ન લેનારાને રાશનકાર્ડનું અનાજ અટકાવાશે
રસી ન લેનારાને રાશનકાર્ડનું અનાજ અટકાવાશે

રાજકોટના ઉપલેટા તાલુકાના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ ટાર્ગેટ પૂરા કરવા અને સત્તાના મદમાં આવીને વેક્સિન ન લેનારા લોકોના પ્રાથમિક હક્કો છીનવી લેવાનો સાહસ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જો કે લપડાક પડતા નિર્ણય પાછો ખેંચાયો છે. ઉપલેટા મામલતદાર ગોવિંદ જી. મહાવદિયા અને તાલુકા વિકાસ અધિકારી એમ.એ. બેલિમે બુધવારે જાહેર નોટિસ લગાવી હતી કે જે લોકોએ વેક્સિનના બંને ડોઝ નથી લીધા તે તમામના રાશનકાર્ડનું અનાજ બંધ કરી દેવાશે.

ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની કોઇપણ સેવા મેળવવા માટે વેક્સિન સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. ગરીબોના અનાજ બંધ કરવાનો આ સરમુખત્યાર જેવો નિર્ણય કલેક્ટર અને ડીડીઓની સૂચનાથી લેવાયાનો નોટિસમાં ઉલ્લેખ હતો.

ફજેતી થતા ટીડીઓને સૂચના આપી પરિપત્ર પાછો ખેંચી લીધો છે તેવુ બહાનુ મામલતદારે કાઢ્યુ હતું.જ્યારે ટીડીઓએ કહ્યુ હતુ કે રાશનકાર્ડ તેમનામાં ન આવે મામલતદારે હુકમ કર્યો હશે.

Read About Weather here

આ રીતે બંનેએ એકબીજાને ખો આપી હતી અને કોઇએ જવાબદારી ઉઠાવી ન હતી. આ હુકમ મામલતદાર કચેરીમાંથી થયો હતો અને પછી ટીડીઓને અપાયો હતો પણ કોઈનો વાંક ન આવે એટલે કોણે આ નોટિસ ડ્રાફ્ટ કરી તે પણ કોઇને ખબર ન હોવાનું કહ્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here