યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયા વધુ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે રશિયાના ચેચન્યા ગણરાજ્યના પ્રમુખે દાવો કર્યો છે કે રશિયા ફરી કીવ પર હુમલો કરશે અને તેને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરશે. તો બીજી બાજુ યુક્રેનની સેનાએ રશિયન સૈનિકો દ્વારા રાસાયણિક હથિયારનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કર્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
આ હથિયારોનો ઉપયોગ ડ્રોનથી કર્યો હોવાનો દાવો કરાયો છે.મારિયુપોલ પર ફરી હુમલો કરવા માટે પૂર્વ ડોનાબાસ વિસ્તારમાં તેમના સૈનિકો એકઠાં થઈ રહ્યાં છે. તો યુક્રેના ઉપ-રક્ષામંત્રી હના માલ્યરે કહ્યું હતું કે સરકાર મામલાની તપાસ કરી રહી છે.રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે યુક્રેનમાં રશિયાનું સૈન્ય અભિયાન ત્યાં સુધી યથાવત્ રહેશે જ્યાં સુધી તેમનું લક્ષ્ય પૂરું નહીં થઈ જાય. સાથે જ તેમને કહ્યું કે તેમના દેશને અલગ-થલગ ન કરી શકાય.
રશિયાના પૂર્વમાં વોસ્તોચની અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્રની મુલાકાતે પહોંચેલા પુતિને કહ્યું કે રશિયાનો પોતાને અલગ કરવાનો કોઈ હેતુ નથી અને વિદેશી શક્તિઓ પણ તેને અલગ-થલગ કરવામાં સફળ નહીં થાય. તેમણે કહ્યું હતું કે આજે દુનિયામાં કોઈને પણ અલગ-થલગ કરવાનું નિશ્ચિત રીતે અસંભવ છે, વિશેષ રૂપે રશિયા જેવા વિશાળ દેશને. પુતિને કહ્યું કે અમે અમારા તે ભાગીદારોની સાથે કામ કરીશું જે સહયોગ કરવા ઈચ્છે છે.
Read About Weather here
યુક્રેનના સંસદના માનવાધિકાર કમિશ્નરે દાવો કર્યો કે બુચામાં રશિયાના સૈનિકોએ મહિલાઓ તેમજ યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. જેમાં અનેકની ઉંમર 14 અને 24 વર્ષ જ છે. તેમનું રોજ માનસિક તેમજ શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે. તેમને જણાવ્યું કે બંધક બનાવવામાં આવેલી અનેક યુવતીઓ હાલ ગર્ભવતી છે.તેમને જણાવ્યું કે લગભગ 25 યુવતીઓને બેઝમેન્ટમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here