રશિયા-યુક્રેન યુદ્ધ

રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયા-યુક્રેન યુદ્ધ
યુક્રેનનો દાવો છે કે રશિયા સ્ટીલ ફેક્ટરીઓ પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. આ દરમિયાન તુર્કીએ મોટો દાવો કર્યો છે. યુક્રેન પર રશિયન આક્રમણને 60 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ બંને દેશ વચ્ચે યુદ્ધ ચાલુ છે.  તુર્કીએ કહ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી 48 કલાકની અંદર ઈસ્તંબુલમાં મુલાકાત કરશે.તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને કહ્યું- અમને આશા છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ આગામી 48 કલાકમાં સમાપ્ત થઈ જશે. બંને દેશોના રાષ્ટ્રપતિઓ ટૂંક સમયમાં જ મળીને સમસ્યાનો ઉકેલ લાવશે. અમે બંને દેશોના નેતાઓના સંપર્કમાં છીએ.

Visit Saurashtra Kranti Homepage here

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સંકેત આપ્યો છે કે કિવમાં અમેરિકી દૂતાવાસ ફરીથી ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને કિવમાં દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી છે. યુદ્ધ પછી બ્રિટને તેનું દૂતાવાસ બંધ કરી દીધું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા અને યુક્રેનને યુદ્ધ રોકવા માટે અપીલ કરી હતી. મોદીએ કહ્યું છે કે બંને દેશોએ શાંતિ માટે વાતચીત કરવી જોઈએ.યુક્રેનિયન સૈન્યએ કહ્યું છે કે પૂર્વી યુક્રેનના ડોનેત્સ્ક ક્ષેત્રમાં રશિયન હુમલા હજુ પણ ચાલુ છે. રશિયન સૈનિકોએ રહેણાક ઇમારતો પર પણ હુમલો કર્યો છે.યુક્રેન પર રશિયન હુમલાને 60થી વધુ દિવસ વીતી ગયા છે, પરંતુ બંને દેશ વચ્ચે યુદ્ધ સતત ચાલી રહ્યું છે.

યુક્રેને દાવો કર્યો છે કે રશિયા સતત અઝોવસ્ટલ સ્ટીલવર્ક્સ પર બોંબમારો કરી રહ્યું છે. આ દરમિયાન રશિયાએ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ યુક્રેન પર છોડી છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિને આ માટે પોતાના સૈનિકો અને વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યા છે.યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેને મારિયુપોલ શહેર પર જીતનો દાવો કર્યો છે. આ સાથે એવું કહેવામાં આવે છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને તેમની સેનાને મારિયુપોલ પર હુમલો અટકાવવા આદેશ કર્યો છે, સાથે જ આ શહેરની મજબૂત ઘેરાબંધી કરવા પણ કહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વિશ્વબેન્કના મંત્રી સ્તરીય સંમલનમાં રશિયા પર યુદ્ધ કર લગાવવાની પણ દરખાસ્ત કરી છે.

રશિયાના રાષ્ટ્રપતિ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ આગામી સપ્તાહ બેઠક યોજશે. યુક્રેન વિરુદ્ધ હુમલા અંગે વિશ્વ તરફથી ટીકાનો સામનો કરી રહેલા રશિયાના રાષ્ટ્રપતિની આ બેઠક ઘણી મહત્ત્વની માનવામાં આવે છે.મારિયુપોલમાં અજોવસ્તાલ સ્ટીલ પ્લાન્ટ પર રશિયા તરફથી સતત બોમ્બમારો થઈ રહ્યો છે. શહેરના મેયરના સહયોગી પેટ્રો આંદ્રુશેંકોએ આ અંગે માહિતી આપી છે કે હજારો નાગરિકોએ આ પ્લાન્ટમાં શરણ લીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ પ્લાન્ટ અંગે પોતાની રણનીતિ બદલવા અગાઉ આદેશ આપ્યા હતા.

Read About Weather here

યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદથી જ અમેરિકા અને સહયોગી દેશ સતત રશિયા પર પ્રતિબંધની જાહેરાત કરી રહ્યા છે. હવે રશિયા પણ પશ્ચિમી દેશોની અંદર વળતો પ્રહાર કરી રહ્યું છે. ગુરુવારે રશિયા સરકારે અમેરિકાનાં ઉપરાષ્ટ્ર કમલા હેરિસ અને ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ સહિત 29 અમેરિકી તથા 61 જેટલા કેનેડાના નાગરિકોની રશિયામાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂક્યો હતો.બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનની મદદ માટે 80 કરોડ ડોલર સૈન્ય સહાયતા મોકલી છે. ઈઝરાયેલનું કહેવું છે કે તે યુક્રેનની સેનાને પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ મોકલતું કહેશે. ઈઝરાયેલના સંરક્ષણમંત્રી બેની ગેન્ટઝે 20 એપ્રિલના રોજ યુક્રેનના સૈનિકો માટે બુલેટપ્રૂફ જેકેટ અને હેલમેટની ડિલિવરીને મંજૂરી આપી છે. રોઇટર્સના જણાવ્યા પ્રમાણે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે હવે ઈઝરાયેલની સ્થિતિમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે.આ સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ અમેરિકી કોંગ્રેસથી યુક્રેન માટે વધુ મદદ માગશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ આ મદદ માટે અમેરિકાનો આભાર વ્યક્ત કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here