રવેચીનગરમાં થયેલી હત્યાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી આરોપીને શિહોરથી પકડ્યો

રવેચીનગરમાં થયેલી હત્યાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી આરોપીને શિહોરથી પકડ્યો
રવેચીનગરમાં થયેલી હત્યાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી આરોપીને શિહોરથી પકડ્યો

15 હજારની લેતી-દેતી બાબતે માથાકૂટ થતા હત્યા કરી લાશને રોડ પર ચાદર ઓઢાડી સુવડાવી આરોપી ફરાર થઇ ગયો હતો: અગાઉ 6 ચોરીનો ગુન્હાનો ઈતિહાસ

શહેરનાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણેક દિવસ પૂર્વે ગોંડલ રોડ પર રવેચીનગર મેઈન રોડની સામે આવેલ ડિવાઈડર પર લાશ મળી આવી હતી. તેનું પીએમ કરાવતા હત્યા કરેલનું ખુલતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

આરોપીને શોધવા માટે આજીડેમ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાતા મરણજનાર વિરેન્દ્ર રાજભર રાજકોટનો જ હોવાની અને તેના સાથીદાર સાથે જ ઝઘડો થયો હોવાનું ખુલ્યું હતું અને આરોપી ગોંડલ હાઈ-વે પર બજરંગ સોસા.માં ભાડાનાં મકાનમાં રહેતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ ખાનગી બાતમીને આધારે જાણવા મળ્યું કે આરોપી ભાવનગરનાં શિહોર ખાતે છે. તો ટીમ મોકલીને આરોપીની ધરપકડ કરાઈ હતી અને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી કિશન પહેલા સાસુ મંજુબેન સાથે કુબલીયાપરામાં રહેતો હતો.

ત્યારબાદ ભાડાનાં મકાનમાં રહેતો હતો. મરણજનાર પાસે આરોપી કિશનને 15000 ની લેતી-દેતી બાબતે મનદુ:ખ ચાલતું હોવાથી ગત તા. 7 નાં રોજ આરોપીએ દિવાલ કુધી મરણજનારનાં ઘરમાં પ્રવેશી બહાર શેરીમાં લઇ જઈ લાકડાનાં ધોકા વડે ઈજા પહોંચાડી હતી અને ઢસડતા મોત નિપજ્યું હતું.

Read About Weather here

જેથી હાઈ-વે પર ડિવાઈડર પર સુવડાવી નાસી ગયેલ હતો. આરોપી કિશન સામે રાજકોટમાં 5 વખત અને જૂનાગઢમાં પણ 1 વખત ચોરીનો ગુન્હો નોંધાયેલ છે. થોડા જ દિવસોમાં આરોપીને ઝડપી પાડતા આજીડેમ પોલીસની ટીમોને બિરદાવવામાં આવી હતી.(4.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here