સાંજે ચાર કલાક સુધી મહત્વના ચોક માર્ગો પર બેફામ ટ્રાફીક જામ, કોરોના કાળમાં એક રવિવાર ઘરમાં રહીએ તો શું ગુન્હો ગણાય?
ચારેય તરફ બેફામ ભીડ અને ટોળા શાહીના દર્શનના પીડા દાયક દ્રશ્ય
Subscribe Saurashtra Kranti here
રવિવારે રાજકોટની સાંજના 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીની સ્થિતિના દ્રશ્યો જોઇને કોઇ પણ તટસ્થ વ્યકિત હચમચી ઉઠે રાજકોટ અને સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક શહેરો કોરોના મહામારીના બીજા ધાતક વેવનો સામનો કરી રહયા છે અને રોજે રોજ સેંકડો લોકો આપણા શહેરમાં કોરોનાથી સંક્રમીત થઇ રહયા છે ત્યારે એક શહેરીજન તરીકેની ફરજ બજાવી એક રવિવાર ઘરમાં ગોંધાઇ રહેવાની પણ રાજકોટવાસીઓ ફરજ બજાવવામાંથી ચુકી ગયા છે એવું રવિવારે જોવા મળેલી ભીડભાડ અને બેફામ ટ્રાફીક જામ પરથી નજરે તરી આવ્યું છે.
આવી બેદરકારી અને આવી ધોર લાપરવાહીની રાજકોટવાસીઓ પાસેથી કોઇ અપેક્ષા રાખતું નથી. પરંતુ રાજકોટ તેના કાઠીયાવાડી ખમીર અને સંસ્કારને દિવસે-દિવસે અભેરાયે ચડાવતું રહયું હોય એવું લાગે છે. સમાજ પરત્વે આપણી કોઇ ફરજ છે. આપણે પણ આવા કોરોના કાળમાં સંયમ વર્તીને યોગદાન આપવાનું છે.
એ રાજકોટવાસીઓ ભુલી ગયા છે. જેનાથી રાજકોટ પ્રતિ માન, આદર અને પ્રેમ ધરાવતા લોકો પણ પોતાનો અભીપ્રાય બદલવા મજબુર થઇ ગયા છે. આપણને આપણી આસપાસ શું બની રહયું છે શું ચાલી રહયું છે તેની કોઇ પરવાહ રહી નથી. કોઇને કાંઇ પડી નથી એવું દેખાય આવે છે.
Read About Weather here
રવિવારે ઘરની બહાર નીકળવું જ જોઇએ એવો ઇશ્ર્વરનો આદેશ હોય એ રીતે લોકો ઘરની બહાર સાગમટે નીકળી પડે છે. જે બિમારી ટોળે વળવાથી ફેલાતી હોય છે એવા કપળા કાળમાં પણ લોકો પોતાની ફરજ ભુલીને ટોળે વળવાનો અને ખાસ કરીને સન્ડે મનાવવાનો પાસ્વી આનંદ ઉઠાવી રહયા હોય તેવું ગઇકાલે સન્ડેએ જોવા મળ્યું. શહેરના તમામ ચોક, હરવા ફરવાના સ્થળો, બાગ-બગીચાઓના બહારના ઓટા, બધુ હાઉસફુલ… ખાણી-પીણીની રેકડીઓ પર ઉભરાતું માનવ કીડીયારુ, રેસ્ટોરામાં જમવાના ટોકન લઇને કલાકો બહાર રાહ જોતા પરીવારોના ટોળા જાણે બીજો રવિવાર આવાનો નથી એવી તાલાવેલી સાથે રવિવારની રજા માણવાનું આ જનુન અને આ હઠ રાજકોટને કયાં લઇ જશે તેની કલ્પના થઇ શકતી નથી.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here