લેખક- પત્રકાર જવલંતભાઈ છાયાને ‘શ્રી રમણભાઈ શાહ- સાધના પત્રકારિતા ગૌરવ પુરસ્કાર’ અર્પણ કરાશે
ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પત્રકારને સાધના સાપ્તાહિક દ્વારા દર વર્ષે શ્રી રમણભાઈ શાહ ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.
આ નિમિત્તે પત્રકારિતા પુરસ્કાર સમારોહનું આયોજન તા.18 ને રવિવારના રોજ રાજકોટના અરવિંદભાઈ મણીઆર નાગરિક સેવાલયના હોલ ખાતે કરેલ છે. આ સમારોહમાં સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને રોલેક્ષ રિંગ્સ લિમેટેડના માલિક મનેશભાઇ માદેકાના હસ્તે સુપ્રસિદ્ધ લેખક – પત્રકાર જ્વલંતભાઈ છાયાને શ્રી રમણભાઈ શાહ ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.
Read Saurashtra Kranti E-Paper here
આ પુરસ્કારમાં રૂપિયા 51,000ની ધન રાશિ તથા એવોર્ડનો સમાવેશ થાય છે. આ નિમિત્તે સમારોહમાં અતિથિવિશેષ તરીકે રા.સ્વ.સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ તથા સાધના સાપ્તાહિકના ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ ઓતિયા, રસિકભાઈ ખમાર, મુકેશભાઈ શાહ (તંત્રી-ટ્રસ્ટી), સુરેશભાઈ ગાંધી, કલ્પેશભાઈ પટેલ તથા વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે સાધના સપ્તાહિક દર વર્ષે પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરવા બદલ રમણભાઈ શાહ – ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર અને 51,000 રૂપિયા અર્પણ કરીને પત્રકારનું સન્માન કરે છે.
જેની શરૂઆત વર્ષ 2014થી થઈ છે. વર્ષ 2014માં પહેલો પુરસ્કાર ઇન્ડિયા ટૂડેના શૈલેશભાઈ રાવલને, 2015માં પોસિટીવ મીડિયા ઇન્સ્ટીટ્યૂટના રમેશભાઈ તન્નાને તથા 2017માં ગુજરાતના પ્રસિદ્ધ લેખક અને વક્તા જય વસાવડાને અને વર્ષ 2018નો પુરસ્કાર સંદેશના પૂર્તિ એડિટર કૃષ્ણકાંત ઉનડકટને એનાયત કરવામાં આવ્યો હતો.
Read About Weather here
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં સાધના દ્વારા લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. જે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર વિદ્યુત ઠાકરને એનાયત કરવામાં આવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here