રણવીર સિંહની જંગી ડીલ

રણવીર સિંહની જંગી ડીલ
રણવીર સિંહની જંગી ડીલ
રણવીર સિંહે બાંદ્રામાં શાહરુખના મન્નત તથા સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટની નજીકમાં નવી પ્રોપર્ટી ખરીદી છે. બોલિવૂડ સુપરસ્ટાર્સ શાહરુખ ખાન તથા સલમાન ખાનને નવો પડોશી રણવીર સિંહ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણવીર તથા તેના પિતા જગજીત સુરેન્દ્ર ભાવનાનીએ 119 કરોડના અપાર્ટમેન્ટ બુક કરાવ્યા છે. પ્રોપર્ટી ‘ઓહ ફાઇવ મીડિયા વર્ક્સ LLP’ હેઠળ રજિસ્ટર કરવામાં આવી છે.
રણવીર સિંહની જંગી ડીલ ડીલ

Visit Saurashtra Kranti Homepage here

સાગર રેશમ બિલ્ડિંગમાં 16, 17, 18 તથા 19મા ફ્લોર લેવામાં આવ્યા છે. આ બિલ્ડિંગ હજી અન્ડર કન્સ્ટ્રક્શન છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ જૂની બિલ્ડિંગ હતી અને રિડેવલપ્મેન્ટમાં ગઈ છે. રણવીરનું અપાર્ટમેન્ટ 11,266 સ્કેવર ફુટમાં ફેલાયેલું છે. આ ઉપરાંત 1300 સ્કેવર ફુટનું ધાબુ પણ છે. આટલું જ નહીં 19 કાર પાર્ક થઈ શકે, તેટલો પાર્કિંગ સ્પેસ છે. રણવીરે 7.13 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે.

Read About Weather here

રજિસ્ટ્રેશન આઠ જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું.વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’માં આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી તથા જયા બચ્ચન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં પૂજા હેગડે સાથે જોવા મળશે. અમિતાભ બચ્ચન સાથે ‘ધ ઇન્ટર્ન’માં કામ કરશે. પ્રભાસ સાથેની ફિલ્મનું શૂટિંગ થોડાં સમય પહેલાં જ હૈદરાબાદમાં કર્યું હતું.દીપિકા પાદુકોણની વાત કરીએ તો તે ‘પઠાન’માં શાહરુખ ખાન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે હૃતિક રોશન સાથે ‘ફાઇટર’માં કામ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here