આજે વૈશાખી છે.નીતુ સિંહ તથા રિદ્ધિમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રણબીર તથા આલિયાના લગ્ન આવતીકાલ એટલે કે 14 એપ્રિલના રોજ છે. 13 એપ્રિલના રોજ રણબીર-આલિયાની મહેંદી સેરેમની યોજાઈ હતી. આજે એટલે કે 14 એપ્રિલના રોજ કપૂર પરિવાર સૌ પહેલાં પિતૃ પૂજા કરશે. ત્યારબાદ હલ્દી સેરેમની કરશે. પછી આલિયાની ચૂડા સેરેમની યોજાશે. આટલું જ નહીં કપૂર પરિવાર પરંપરા પ્રમાણે, રણબીર કપૂરની જાન પણ કાઢશે. ઉલ્લેખનીય છે કે આજે પંજાબીઓનું નવું વર્ષ પણ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ લગ્ન વાસ્તુમાં યોજાશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપૂર પરિવાર પરંપરા પ્રમાણે, રણબીરની જાન કાઢશે. તેઓ ક્રિશ્ના રાજ બંગલોથી વાસ્તુ અપાર્ટમેન્ટ સુધી જાન કાઢશે. આ બંને લોકેશન પાલી હિલમાં જ આવેલા છે. બંને વચ્ચે માત્ર 15-20 મિનિટનું અંતર છે. ક્રિશ્ના રાજ બંગલોથી વાસ્તુ અપાર્ટમેન્ટના રસ્તાને લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવ્યો છે. રસ્તામાં આવતા તમામ વૃક્ષો પર લાઇટિંગ કરવામાં આવી છે.
Read About Weather here
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારે રણબીરની જાન નીકળશે ત્યારે પોલીસ 15-20 મિનિટ સુધી રસ્તો બ્લોક કરીને રાખશે.મહેંદી સેરેમનીમાં નીતુ સિંહ, રિદ્ધિમા-ભરત-સમારા, કરીના કપૂર, કરિશ્મા કપૂર, રીમા જૈન, અરમાન-અનીસા જૈન, મહેશ ભટ્ટ-પૂજા ભટ્ટ તથા રાહુલ ભટ્ટ, કરન જોહર, આર્યન મુખર્જી જોવા મળ્યા હતા. આરતી શેટ્ટી પણ આવી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયાના હાથમાં સૌ પહેલાં કરન જોહરે મહેંદી મૂકી હતી. મહેંદી સેરેમનીમાં સ્ટાફના તમામ સભ્યોના મોબાઇલ કેમેરા પર સ્ટિકર લગાવી દેવામાં આવ્યા હતા. આ સમયે કરન ઘણો જ ઇમોશનલ થઈ ગયો હતો.આલિયાના સિક્યોરિટી હેડ યુસુફભાઈની એજન્સી ‘9/11’ આલિયા-રણબીરના લગ્નની સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here