નાની બાળાઓ અને માસુમ પર દુષ્કર્મ અને હત્યાની ત્રણ ઘટનાઓમાં અદાલતનાં ચુકાદાને ઉદાહરણ રૂપ અને ધાક જમાવવા જરૂરી જણાવતા સામાજીક નિષ્ણાંતો
સુરતમાં 10 દિવસમાં જ દુષ્કર્મનાં બે કેસમાં અપરાધીને ફાંસીની સજાનો ચુકાદો આપી પ્રશંસનીય સક્રિયતા બતાવી રહેલું ન્યાયતંત્ર ઢગલાબંધ દાદને પાત્ર
માસુમ બાળાઓ પરના વધતા જતા જાતિય અત્યાચારનાં બેરોકટોક બનાવો પર લગામ મુકવી હોય તો હજુ આવા વધુ કડક ચુકાદા આપવા એ સમયની માંગ
છેલ્લા લગભગ અડધા દાયકા કરતા વધુ સમયથી ગુજરાત અને દેશભરમાં માસુમ બાળાઓ પર જાતિય અત્યાચાર અને અમાનવીય દમન સાથે દુષ્કર્મ અને હત્યાઓની ઘટનાઓની વણથંભી વણજાર જોવા મળી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
ઉપરા ઉપર આવા બનાવો બની રહ્યા હોવાથી સમાજનાં દરેક વર્ગો ઘેરી ચિંતામાં ગરકાવ થઇને સમસ્યાનો અંત કેવી રીતે લાવવો તેના પર ઊંડું મનોમંથન કરવા લાગ્યા હતા. આવા અપરાધોમાં તરૂણ અને યુવા વયનાં અપરાધીઓ જે પ્રકારની ક્રુરતા આચરીને ગુન્હાને અંજામ આપી રહ્યા હતા
એ જોઇને સમાજશાસ્ત્રીઓ, મનોચિંતકો અને કાયદો વ્યવસ્થા નિષ્ણાંતો પણ એવું કહેતા થઇ ગયા હતા કે, સમાજનું યુવાધન કઈ તરફ જઈ રહ્યું છે. આટલો બધો માનસિક સડો પેદા કરવા પાછળનાં કારણો શું છે?
આ પાપલીલા અને અધમ અપરાધોની બેરોકટોક વણજારને કઈ રીતે અટકાવી શકાશે? આ સવાલોનો જવાબ શોધી રહેલા નિષ્ણાંતો અને મનોવૈજ્ઞાનિકોને જવાબ મળી ગયો છે અને એ માટેનું યશભાગી આપણા રાજ્યનું ન્યાયતંત્ર છે.
આ પ્રકારનાં ભયાનક, ધૃણાસ્પદ અને સમગ્ર સમાજને ખળભળાવી દેનારા અપરાધો પર લગામ મુકવા માટે ન્યાયતંત્ર આગળ આવ્યું છે અને ન્યાયતંત્રની એ પ્રશંસનીય સક્રિયતાને કારણે જ ગુજરાતમાં આવા ત્રણ જઘન્ય અપરાધોનાં બહુમતદામો પૈકી બે લંપટો અને નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે
અને એક અપરાધીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વળી અપરાધની ઘટના બન્યા પછી અસાધારણ રીતે અને માની ન શકાય એ ઝડપે પોલીસે તપાસ ખૂબ જ ખૂબી સાથે પૂરી કરી, ઝડપથી કેસ ચલાવવામાં આવ્યા છે
અને ન્યાયતંત્રમાં કદી ન જોવા મળી હોય એવી ત્વરા અને ગતિ સાથે ફટાફટ આકરી સજાઓનાં દાખલારૂપ ચુકાદા સંભાળવી દેવામાં આવ્યા છે. સુરતમાં તો માસુમ બાળાઓ પર જાતિય અત્યાચાર અને હત્યાનાં બે સનસની ખેજ કિસ્સાઓમાં તાબડતોબ કેસ
ચલાવીને અદાલતોએ 10 દિવસમાં બે જાતિય દુરાચારિયોને ફાંસીની સજા સંભળાવી દીધી છે. આવા દાખલા રૂપ અને સખ્ત ચુકાદા બદલ આપણે આપણા ન્યાયતંત્રની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી ગણાશે.
આપણા દેશના ન્યાયતંત્રમાં જે મુખ્ય વિઘ્ન જોવા મળે છે એ વિલંબિત ચુકાદાઓને લગતું હોય છે. વર્ષોનાં વર્ષો કેસ ચાલ્યા કરે છે. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ પડતી રહે છે અને ન્યાયની રાહ જોનારા ઘણીવખત ગામતરું કરી જતા હોય છે.
તો નિર્દોષ હોય એવા લોકો કોઈ ગુન્હો કે વાંક વિના વર્ષો સુધી જેલમાં સબડતા રહે છે. એમાં ન્યાયતંત્રનો આપણે કોઈ દોષ કાઢતા નથી. પણ કોઈને અન્યાય ન થઇ જાય તેની વધુ પડતી કાળજી રાખવાના આપણા ન્યાયતંત્ર સંચાલકોનાં પ્રયાસોને કારણે ગંભીર પ્રકારનાં કેસોમાં પણ ચુકાદાઓ આવવામાં અસહ્ય સમય લાગી જતો હોય છે.
આવા પ્રકારની વ્યવસ્થા વચ્ચે પણ સુરત અને મહેસાણાનાં કેસોમાં પોલીસતંત્ર દ્વારા થયેલી તપાસની સચોટ કામગીરી અને બાદમાં નક્કર પુરાવાઓને આધારે અદાલતોએ આપેલા ઝડપી ચુકાદાઓ એ દર્શાવે છે કે, હવે અપરાધી જગત માટે છટકબારીનો બહુ અવકાશ રહેશે નહીં અને
તારીખો પડાવીને લાંબી સજામાંથી બચતા રહેવાના કારસા સફળ થશે નહીં. સુરત અને મહેસાણાની અદાલતોએ એકદમ વેગ પૂર્વક ખટલો ચલાવીને સજાએ મોત અને આજીવન કેદની સજા ફટકારી સમગ્ર ન્યાયતંત્રને નવી દિશા આપી છે.
એટલું જ નહીં અત્યાચારનો ભોગ બનતા જતા લાચાર, ગરીબ, પીડિત વર્ગોને હવે ન્યાય ચોક્કસ મળશે. એવી આશાની જ્યોતનું પ્રાગટ્ય કર્યું છે. એ માટે સુરત અને મહેસાણાનાં માનનીય ન્યાયધીશો, બંને શહેરોની પોલીસ અને એમની કામગીરી તથા અપરાધીને કાઢેડામાં લાવી કેસને
તેના તર્કિક અંત સુધી લઇ જવાની અદ્દભુત કામગીરી બદલ એ બધા ખૂબ-ખૂબ અભિનંદનનાં અધિકારી છે. આજે આપણા સમાજમાં જે પ્રકારનાં ગુન્હા બની રહ્યા છે અને જે પ્રકારનો કાયદાની ઐસીતૈસી કરતો માહોલ સર્જાયો છે
એવા વાતાવરણમાં અપરાધીઓનાં મનપા પોલીસ અને કાયદાની બીક ફરીથી પ્રસ્થાપિત કરવી હોય તો આવા કડક અને આકરા ઝડપી ચુકાદા આજના સમયની તાતી જરૂરિયાત છે.
Read About Weather here
ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ યથાવત રહે અને અપરાધીઓ બેકાબુ ન બને એ માટે ન્યાયીક પ્રક્રિયા ઝડપી બનાવવાનું જરૂરી બન્યું છે અને એ દિશામાં એક નવું ઉદાહરણ પ્રસ્થાપિત કરીને સુરત અને મહેસાણાની અદાલતો સમગ્ર દેશના ન્યાયતંત્ર માટે દિવાદાંડી બની છે. તેમાં શંકા નથી.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here