રંગ છે, આ ફરજ નિષ્ઠ પોલીસ કર્મીઓને, જે જાણે છે એસ્કોર્ટ કોને કરાય…!! અને કોને ન કરાય..!!

રંગ છે, આ ફરજ નિષ્ઠ પોલીસ કર્મીઓને, જે જાણે છે એસ્કોર્ટ કોને કરાય…!! અને કોને ન કરાય..!!
રંગ છે, આ ફરજ નિષ્ઠ પોલીસ કર્મીઓને, જે જાણે છે એસ્કોર્ટ કોને કરાય…!! અને કોને ન કરાય..!!
આપણા સમાજમાં પોલીસની છાપ એટલે કરડાકી ભાષામાં વાતચીત, દંડો ઉગામતા અને ઉગ્રતાથી વાત કરતા પોલીસ તરીકેની છે. પોલીસ કર્મીઓ વિશે સામાન્ય જનનાં માનસમાં હંમેશાથી એક અલગ પ્રકારની ભયગ્રંથી ઊંડે-ઊંડે ઘર કરી ગઈ હોય છે. પોલીસથી તો સો ગાંવ છેટા સારા એવી છાપ સામાન્ય રીતે આમ જનતામાં જોવા મળતી હોય છે. પરંતુ કહેવત છે કે, ખારા રણમાં મીઠી વીરડી હોય છે. જેના ઉદાહરણ રૂપે બે એવી ઘટનાઓ સામે આવી છે જેનાથી આવા નિષ્ઠાભર્યા, પારકી છઠ્ઠીનાં જાગતલ અને ખરા અર્થમાં ખાખીનું સન્માન સાચવતા કર્મીઓને આવી સેવા બજાવતા જોઇને અનાયાસે મોઢામાંથી શબ્દો સરી પડે છે. રંગ છે, ધન્ય છે. લોકોની સેવા કરવી હોય તો કંઈ રીતે કરી શકાય અને આફતમાં ફસાયેલા લોકોની મદદ કરીને આફતગ્રસ્તોને કઈ રીતે એસ્કોર્ટ કરાય તેનું એક સર્વોતમ અને અનુકરણીય ઉદાહરણ ગુજરાત પોલીસ દળનાં આ બે પોલીસ કર્મીઓએ પૂરું પાડ્યું છે અને રાજ્ય આખાની પોલીસને સંદેશો આપી પ્રેરક શીખ આપી છે કે, આને કહેવાય સાચું એસ્કોર્ટ..!!

Visit Saurashtra Kranti Homepage here

પ્રથમ તસ્વીરમાં જે મહિલા પોલીસ કર્મી દેખાઈ છે એમની સેવાની નોંધ તો ઉચ્ચ કક્ષાએ લેવાય છે. વિશ્વ પ્રસિધ્ધ હડપ્પન સંસ્કૃતિનાં અવશેષો ધરાવતા ખડીર દ્વીપમાં આવેલા ધોળાવીરાથી 10 કિ.મી. દૂર આવેલા ભંજ્ડા દાદાનાં મંદિરે મોરારીબાપુની રામકથા ચાલી રહી હતી. ત્યાં કથા મંડપથી દૂર દુર્ગમ સ્થળે આવેલા મંદિરે દર્શન કરવા માટે એક માજી દૂર સુધી ચાલ્યા ગયા હતા. પણ ડુંગરનાં પગથીયા ચડતા- ચડતા ચક્કર આવતા પડી ગયા હતા. ભંજ્ડા દાદાનાં મંદિરેથી 5 કિ.મી. દૂર સફેદ રણમાં એક મોટો ડુંગર છે. આ ડુંગર પર ચાલીને અનેક ભક્તો દર્શન કરવા જાય છે. 86 વર્ષનાં એક વૃધ્ધા પણ હિંમત ભેગી કરીને ચાલી નિકળ્યા. પગથીયા ચડતા- ચડતા અડધા ડુંગર સુધી પહોંચતા જ ચક્કર આવ્યા અને માજી પડી ગયા હતા. દરમ્યાન રામકથામાં બંદોબસ્તમાં ફરજ નિભાવતા રાપર પોલીસનાં મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન માજીવાભાઈ પરમારને જાણ થતા જ તેઓ પીવાના પાણીનો કેરબો ભરીને માજી પાસે દોડી ગયા હતા. પાંચ કિ.મી. દોડીને ડુંગરે પહોંચી માજીને પ્રાથમિક સારવાર આપી હતી અને મોઢા પર પાણી છાંટીને એમને હોંશમાં લાવ્યા હતા. અટલેથી અટક્યા નહીં ત્યાર પછી વર્ષાબેને જે કરી બતાવ્યું તેનાથી ગુજરાત પોલીસની આભા એકદમ પ્રકશિત થઇ ઉઠી.

વર્ષાબેને માજીને ખભા પર ઊંચકી લીધા. ડુંગર પરથી નીચે ઉતર્યા અને માજીને ખભે બેસાડી રાખી રણમાં વળતા 5 કિ.મી. જેટલા ચાલીને માજીને સકુશળ કથા સ્થળ સુધી લઇ આવ્યા. ગુજરાત પોલીસમાં આવા માનવતાથી ભરપુર અને પોલીસનું સેવા, સુરક્ષા તથા શાંતિનું સૂત્ર આચરણથી સાર્થક કરી બતાવનાર પોલીસ કર્મીઓ પણ છે એ દ્રશ્ય જોઇને આજે દરેક નાગરિકની છાતી જરૂર ગૌરવથી ગદગદ ફૂલી ગઈ છે. ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાઈરલ વીડિયો જોઈને મહિલા પોલીસ કર્મીની પ્રશંસા કરી છે અને જણાવ્યું છે કે, રાપરનાં કોન્સ્ટેબલ વર્ષાબેન પરમારે સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજુ કર્યું છે. કચ્છનાં પૂર્વ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ પણ વર્ષાબેનની શ્રવણ જેવી ભૂમિકાને બિરદાવી છે.
રાપરથી માંડીને ગાંધીનગર સુધી વર્ષાબેનની કામગીરીની પોલીસ બેડામાં ભરપુર પ્રશંસા કરવામાં આવી રહી છે. અંગત પ્રલોભન નહીં પણ પરદુ:ખ ભંજન બનીને લોકોને આફતમાં એસ્કોર્ટ કરવાની આ શીખ પોલીસ દળની એક મહિલાએ આપી છે. તેનું અન્યો પણ અનુસરણ કરશે. એવી જન માનસમાં આશા છે. આ માજીએ ઇનામમાં 100 રૂપિયા આપ્યા ત્યારે વર્ષાબેને એ પણ લીધા ન હતા અને કહ્યું હતું કે, મારે રૂપિયા નહીં આશીર્વાદ જોઈએ છે એ જ મારા માટે ઇનામ છે. આશા રાખીએ કે ગુજરાત પોલીસ દળનાં તમામ વિભાગો આ લેડી કોન્સ્ટેબલની સેવા ભાવનાનો આવી જ રીતે પડઘો પાડી આફતગ્રસ્તોને એસ્કોર્ટ કરશે, નહીં કે?!!

Read About Weather here

બીજી તસ્વીર પોલીસનાં આવા જ એક માનવતાવાદી ચહેરો ધરાવતા અને પોલીસ દળની આબરૂ વધારતા એક કર્મીની છે. સુરતમાં કાળઝાળ બપોર છે, સૂર્યનાં કિરણો શરીરની ચામડીને તતડાવી રહ્યા છે, ગરમ લૂ ફૂંકાઈ રહી છે ત્યારે માલસામાન સારતી એક સાઈકલ રીક્ષા લઈને એક શ્રમિક મહા મહેનતે પેડલ મારીને રસ્તા પર આગળ વધવાની પ્રચંડ મથામણ કરી રહ્યો છે. તેનું આખું શરીર પરસેવાથી રેબઝેબ છે. છાતી ધમણની જેમ ફૂલી રહી છે ત્યારે મુખ્ય માર્ગ પર ફરજ બજાવતા સુરત પોલીસનાં એક કર્મીનું ધ્યાન જાય છે. શ્રમિકની હાલતથી પોલીસ કર્મીનું મન પણ વિચલિત થઇ ઉઠે છે અને દયાની ભાવના સાથે આ કર્મી સાઇકલ રીક્ષાને પાછળથી ધક્કો મારી શ્રમિકને આગળ વધવામાં મદદ કરવા લાગે છે. ત્યારે શ્રમિકની આંખો આ દયાવાનને જોઇને ઉભરાઈ આવે છે અને તેના હૃદયમાંથી આશીર્વાદનાં શબ્દો તેના શરીરનાં પરસેવા રૂપે બહાર આવી જાય છે અને કૃતજ્ઞતા ભરી નજરે આ પોલીસ કર્મીને જોઇને મુક આશીર્વાદ આપે છે. આ છે સાચું એસ્કોર્ટ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here