યુવા મેયરની અભિનવ યોજના, ‘ગંદકીના ન્યુસન્સ પોઇન્ટ મુકત રાજકોટ’નો દ્રઢ સંકલ્પ

યુવા મેયરની અભિનવ યોજના, ‘ગંદકીના ન્યુસન્સ પોઇન્ટ મુકત રાજકોટ’નો દ્રઢ સંકલ્પ
યુવા મેયરની અભિનવ યોજના, ‘ગંદકીના ન્યુસન્સ પોઇન્ટ મુકત રાજકોટ’નો દ્રઢ સંકલ્પ

મહાનગર માત્ર સ્માર્ટ નહીં બ્લકે સ્વચ્છ, સુંદર, રળીયામણું પણ બનશે : મેયર ડો.ડવનો નિશ્ર્ચય
યોજના શું છે એ જાણો : લોકો જયાં ત્યાં કચરો ફેકે નહીં તેવા સાઇન બોર્ડ મુકાશે, નાના મોટા ધંધાર્થીઓને જયાં ત્યાં કચરો ન ફેંકવા તાકિદ કરાશે, કચરો ફેકનારા આસામીઓ સામે જરૂર પડીએ કડક પગલા, અધિકારીઓ અને કર્મચારીઓએ ન્યુસન્સ પોઇન્ટની નિયમીત દેખરેખ રાખી સફાઇ કરાવવાની રહેશે, ફરજ પરના કર્મચારીઓની જવાબદારી ફિકસ કરાશે, જાહેર સ્થળો સફાઇ માટે સંસ્થાઓને દતક અપાશે
ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોને કામગીરીમાં સાથ આપવા પત્ર પાઠવતા મેયર અને સેનીટેશન ચેરમેન (સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલય-રાજકોટ)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન સંકલ્પને અક્ષરસહ સાકાર કરવા માટે રાજકોટ શહેરના યુવા અને ઉત્સાહી મેયર ડો.પ્રદિપ ડવે રાજકોટ શહેરને ફકત સ્માર્ટ નહીં બલકે સૌથી સ્વચ્છ, સુંદર અને રળીયામણુ બનાવવા માટેની અભિનવ યોજના જાહેર કરી છે.

Subscribe Saurashtra Kranti here

‘ગંદકીના ન્યુસન્સ પોઇન્ટમુકત રાજકોટ’ના આ વિલેષણ કાર્યમાં શહેરની તમામ સંસ્થાઓ અને નાગરીકોને સાથ સહકાર આપવા માટે મેયર ડો.ડવ તથા મનપાની સેનીટેશન કમિટીના ચેરમેન અશ્ર્વીન પાંભરે જાહેર અપીલ કરી છે.

મેયરે જણાવ્યું હતું કે, રાજકોટની ખુબસુરતીમાં વધારો કરવા માટે આ યોજના તૈયાર કરવામાં આવી છે. જેથી કરીને રાજકોટને સ્વચ્છ સર્વેક્ષણમાં પણ અવલ નંબર મળે એ જોવાની આપણા સહુની જવાબદારી છે.

આ કાર્યમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોના નગરસેવકોને પણ સાથે રાખી રાજકોટને ગંદકીના ન્યુસન્સ પોઇન્ટથી મુકત કરવાનું અભિનવ અને સર્વોત્મ આયોજન કરવામાં આવ્યું છે. મેયરે બન્ને પક્ષોના નગરસેવકોને પત્ર પણ લખ્યો છે અને કામગીરીમાં સામેલ થવા અનુરોધ કર્યો છે.

મેયરે જણાવ્યું છે કે, સ્વચ્છતા માટે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બજેટમાં પણ પુરતી જોગવાઇ કરવામાં આવી છે.આ અભિયાનની પૂર્વ ભૂમિકા વિષે વાત કરતા મેયરએ એમ કહ્યું હતું કે, ભૂતકાળમાં રાજકોટ શહેરના વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ મોટા કદની ડસ્ટબીન રાખવામાં આવતી હતી.

આ પછી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સિસ્ટમ અમલી બનાવી શહેરને ડસ્ટબીન મુક્ત બનાવ્યું હતું. જેનું ખુબ જ સારુ પરિણામ આવેલ છે. હવે રાજકોટની ખુબસુરતીમાં વધારો કરવા ન્યુસન્સ પોઈન્ટ મુક્ત રાજકોટનું અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, મેયરએ ભાજપના અને કોંગ્રેસના નગરસેવકોને પત્ર પાઠવી ન્યુસન્સ પોઈન્ટ ક્રમશ: દુર થાય તે માટેની મહાનગરપાલિકાની કામગીરીમાં સામેલ થવા અનુરોધ કર્યો છે.

આ ઉપરાંત, શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રાઇવેટ માલિકીના પ્લોટમાં પણ ગંદકી થતી હોય છે. તે અટકાવવા તંત્રની સાથે પ્રાઇવેટ પ્લોટ માલિકોને પણ આ અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવશે.

અમુક ન્યુસન્સ પોઈન્ટ પર સફાઈ કરવા છતાં લોકો દ્વારા એજ જગ્યાએ ફરીને કચરો ફેંકતા હોય છે. આવા પોઈન્ટ પર સિક્યુરિટી, અહિયા કચરો ફેંકવો નહિ તેવા સાઇન બોર્ડ, વિગેરે વ્યવસ્થા કરાશે અને તેમ છતાં કચરો ફેંકતા આસામીઓ સામે જરૂર જણાયે કડક પગલા લેવામાં આવશે.

લારી-ગલ્લા મારફત રોજગાર મેળવતા ધંધાર્થીઓએ પણ જ્યાં-ત્યાં કચરો ન ફેંકે તે માટે કડક ચેકિંગ હાથ ધરાશે અને શહેરને વધુ માં વધુ સ્વચ્છ બનાવવા જરૂરી સાધનો પણ ખરીદ કરવામાં આવશે.

વિશેષમાં મેયરએ જણાવેલ કે, શહેરના ન્યુસન્સ પોઈન્ટની નિયમિત સફાઈ તેમજ ક્રમશ: ઘટાડા માટે સંબધક વિભાગના અધિકારી/કર્મચારીઓની પણ જવાબદારી ફિક્સ કરવામાં આવશે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા આયોજનમાં શહેરની સામાજીક સંસ્થાઓનો હંમેશા સહકાર મળતો રહ્યો છે તે જ રીતે શહેરને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં આગામી સમયમાં શહેરની સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓને પણ જોડવામાં આવશે.

Read About Weather here

શહેરના હરવાફરવાના સ્થળો, બાગ બગીચાઓની સફાઈ થાય તે માટે સંસ્થાઓને જોડી જરૂરત જણાયે દતક પણ અપાશે. શહેરને સ્વચ્છ અને રળિયામણું બનાવવા તમામ નગરજનોએ સાથ-સહકાર આપવા અંતમાં મેયરશ્રી તથા સેનિટેશન ચેરમેનએ અપીલ કરેલ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here