યુવાને ટ્રકના વ્હીલ હેઠળ પડતું મૂકી જિંદગી ટૂંકાવી

યુવાને ટ્રકના વ્હીલ હેઠળ પડતું મૂકી જિંદગી ટૂંકાવી
યુવાને ટ્રકના વ્હીલ હેઠળ પડતું મૂકી જિંદગી ટૂંકાવી
રાજકોટ શહેરમાં વધતા જતા આપઘાતના બનાવો વચ્ચે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ગઇકાલે ટ્રક નીચે પડતું મૂકી 30 વર્ષીય પરપ્રાંતીય યુવાને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે જે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વાલી વારસની શોધખોળ કરી કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ શહેરમાં યુવકે સરાજહેર આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરની ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવકે ધીમી ગતિએ ચાલી રહેલા હેવી ટ્રક નીચે અચાનક પડતું મૂકી જિંદગી ટૂંકાવી છે. જે દિલધડક ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. માત્ર પાંચ સેકન્ડમાં પોતાની જીંદગીનો ખેલ ખેલનાર યુવકની ઓળખ મેળવવા અને પરિવારની શોધખોળ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ગ્રીનલેન્ડ ચોક પાસે ટ્રકના વ્હીલ નીચે આવી જતા યુવાનનું મોત નિપજ્યાની માહિતી બી ડીવીઝન પોલીસને મળી હતી.

Read About Weather here

બનાવને પગલે પોલીસે વધુ તપાસ કરતા યુવાન પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેમજ યુવકનું નામ નીલમ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તેના પરિવારજનોની શોધખોળ કરી તેમજ આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.જેના આધારે PSI ત્રાજીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તપાસ ટ્રકના વ્હીલ હેઠળ યુવાને ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું CCTV કુટેજના આધારે બહાર આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here