સરકારી દૂધની ડેરી પાસે બન્ને શખ્સોની મારમારી કંટાળી ગ્રામજનો પણ પરેશાન
પાટણવાવના મોટી મારડ ગામે ભોળા દૂધની ડેરી પાસે યુવકને આડે બાઈક નાંખી બે શખ્સોએ ઝપાઝપી કરી ખૂનની ધમકી આપી ઢીંકા પાટુનો માર માર્યા અંગેની ફરિયાદ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
Subscribe Saurashtra Kranti here
બનાવ અંગે ધોરાજીના 100 વારીયા ચોરસ પ્લોટમાં રહેતા દૂધનો વેપાર કરતા અમિતકુમાર જીવાભાઈ પારધી ( ઉ.વ 21) એ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ભોળા ગામના અમિત અશ્વિન બોરીચા, જયદીપ મનસુખ બોરીચા સામે મારમારી કરી ખૂનની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.
Read About Weather here
ફરિયાદમાં યુવકે જણાવ્યું છે કે પોતે સરકારી ડેરીએ દૂધ દેવા ગયો હોય,ત્યારે બન્ને શખ્સોએ પોતાનું બાઈક આડું નાંખી બોલાચાલી કરી ગાળો આપી હતી. જે ગાળો આપવાની ના પાડતા બન્ને શખ્સોએ ખૂનની ધમકી આપી ઢીંકાપાટુનો મારમાર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here