યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

ફૂટપાથ પર આધેડએ સાઈડમાં સુવા જેવી બાબતે શખ્સે બેલાનો એક ઘા મારી ઢીમ ઢાળી દીધાનું ખુલ્યું : મૃતક રાજકોટમાં રખડતું -ભટકતું જીવન જીવી ઘરનું ગુજરાન ચલાવતા

શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના ગોવર્ધન ચોક નજીક ફૂટપાથ ઉપર સુતેલા આધેડને રોડની સાઈડમાં જવા મુદ્દે લુણીવાવગામના શખ્સે ઝઘડો કરી માથામાં પથ્થર ઝીંકી દઈ હત્યા કરી નાખ્યા અંગેની ફરિયાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

હત્યાના બનાવ અંગે ખોડિયારનગર શેરી નંબર 14 માં રહેતા મજૂરીકામ કરતા કાંતિ રાવજી મકવાણાની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે તેના મામા દિનેશભાઇ ઉર્ફ જેમભાઇ પોપટભાઈ સરમાણીની હત્યા કરનાર આરોપી જયંતી ભીખુ જોટાણીયા (રહે.લુણીવાવ ગામ ગોંડલ ) ની સામે હત્યા -જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જાણવા મળ્યા મુજબ રાત્રે શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના ગોવર્ધન ચોક શનિવાર રાત્રીના મૂળ કોટડા સાંગાણીના મેંગની દિનેશભાઇ પોપટભાઈ ખાંટ ( ઉ.વ.55 ) નામના પ્રૌઢની કોઈ અજાણ્યા શખ્સે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

બનાવ અંગે જાણ થતા માલવિયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એન.ભૂંકણ,પી.એસ.આઈ વી.કે.ઝાલાની ટીમે દોડી જઈ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. ઘણા સમયના આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી જયંતી ભીખુ જોટાણીયા (રહે.લુણીવાવ ગામ ગોંડલ ) ની ધરપકડ કરી હતી.

મરણજનાર આધેડએ રખડતું ભટકતું જીવન જીવતા હતા. રાત્રીના ફૂટપાથ ઉપર સુતા હતા. ત્યારે રસ્તા પરથી પસાર થતાં આરોપી જયંતી ભીખુ જોટાણીયાએ રોડની સાઈડમાં સુવાનું કહ્યું હતું.

Read About Weather here

જે બાબતે મરણજનાર અને આરોપી વચ્ચે ગાળાગાળી થઇ હતી,જેનો ખાર રાખી આરોપીએ જયંતિએ બેલા વડે હુમલો કરતા આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મરણજનારને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here