યુનો સુરક્ષા પરીષદના સુકાની બનશે વડાપ્રધાન મોદી

ભૂપેન્દ્ર પટેલ પાક્કું કામ કરે છે : PM મોદી
ભૂપેન્દ્ર પટેલ પાક્કું કામ કરે છે : PM મોદી

દેશના 75માં આઝાદી દિનની ઉજવણી નિમિત્તે જ ભારતને ભેટ


ઓગસ્ટ મહિના માટે મહત્વની વિશ્વ સંસ્થાનું વડપણ દેશના હાથમાં


પુરા એક મહિનાના કાર્યક્રમો તૈયાર, આતંકવાદ, કોરોના જેવા મુદ્દા પ્રાથમિકતા


ભારતના 75માં આઝાદી દિવસની શાનદાર અને ભવ્ય ઉજવણી જે મહિનામાં આપણે કરી રહયા છીએ એ ઓગસ્ટ માસ માટે વિશ્ર્વ સંસ્થા યુનોની સુરક્ષા પરીષદનું નેતૃત્વ ભારતે સંભાળયું છે. પહેલી વખત યુનો સુરક્ષા પરીષદનું અધ્યક્ષસ્થાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભાળશે. ભારત માટે ગૌરવનો મહિનો બની રહેશે એવું યુનો ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ અને રાજદુત ટીએસ તીરૂમુર્તીએ જણાવ્યું હતું.

Subscribe Saurashtra Kranti here

આખા ઓગસ્ટ મહિના માટેનું અધ્યસ્થત પદ ભારત સંભાળશે એ માટે સુરક્ષા પરીષદમાં મુકાનારા આખા મહિનાના કાર્યક્રમો અને મુદ્દાઓ નક્કી કરી લેવામાં આવ્યા છે. આતંકવાદ, કોરોના પરિસ્થિતિ, સમુદ્રી સુરક્ષા તથા ત્રાસવાદ વિરોધી કામગીરી અને શાંતી રક્ષક દળોની ભુમિકા જેવા મુદ્ાઓને પ્રાધાન્ય અપાશે. તીરૂમુર્તીએ જણાવ્યું હતું કે, 1 ઓગસ્ટથી ભારતે યુનો સલામતી સમીતિનું અધ્યક્ષ પદ સંભાળી લીધુ છે. ફ્રાન્સ અને અમેરિકાએ વ્યાપક આવકાર આપ્યો છે. ફ્રાન્સ અને ભારતના ખુબ જ ગાઢ અને ઐતિહાસીક સંબંધો છે.

Read About Weather here

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનોની પરીષદનું અધ્યક્ષ પદ સંભાળનાર દેશના પ્રથમ વડાપ્રધાન બનશે. સયદ અકબરૂદિને જણાવ્યું હતું કે, આપણી નેતાગીરી વિશ્ર્વ સ્તરે આગેવાની લેવા માટે તૈયાર થઇ ગઇ છે. એ આ નિમણૂંક પરથી દેખાય આવે છે. આ ઐતિહાસીક ઘટના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here