યુનિવર્સીટી રોડ પર સ્પામાં પકડાયેલા આરોપીનાં જામીન મંજુર

રાજકોટ યાર્ડની ચૂંટણીમાં નો રિપીટ, એક પરિવાર, એક હોદ્દો થિયરી અમલી બનશે?
રાજકોટ યાર્ડની ચૂંટણીમાં નો રિપીટ, એક પરિવાર, એક હોદ્દો થિયરી અમલી બનશે?

આરોપીનાં વકીલ રૂપરાજસિંહ પરમાર દ્વારા હાઇકોર્ટનાં ચુકાદો અને મૌખિક દલીલો કરતા સેશન્સ કોર્ટ જામીન મંજુર કર્યા

યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ના PSI  એ.બી.જાડેજા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હાજર હતા. ત્યારે ખાનગી રાહે બાતમીના આધારે યુની રોડ શુહીધારા કોમ્પલેક્ષ મયુર ભજીયા ઉપર બીજા માળે આવેલ લક્ષીયરસ સ્પામાં સ્પાની આડમાં ચાલતા દેહવિક્રયના ધંધા ઉપર રેઈડ કરેલ

Subscribe Saurashtra Kranti here

અને સ્પામાં રૂમ નં.3 માંથી ગ્રાહક તથા એક સ્ત્રીને કઢગી હાલતમાં પકડેલા અને સ્પામાં અન્ય 3 એમ કુલ 4 સ્ત્રીઓ મળી આવેલ અને સ્પાના સંચાલક પણ મળી આવે.

જેથી પોલીસે આરોપી વિનોદ રણછોડભાઈ ડઢાણીયા, નૈતીકભાઈ રામજીભાઈ કાનકડ, તથા અશ્વીનભાઈ કેશવજીભાઈ ચનીયારા વિરૂધ્ધ પી.એસ.આઈ.  એ.બી. જાડેજા ખુદ ફીયાદી બની ઈમ્પોરલ ટ્રાફીક (પ્રતિબંધ) અધીનીયમની કલમ અન્વયે ફરિયાદ નોંધેલી

તથા સ્પામાં હાજર આરોપી વિનોદભાઈ ડઢાણીયા તથા નૈતિકભાઈ કાનગડની ધડપકડ કરી જેલ હવાલે કરેલા અને સ્પાના અન્ય પાર્ટનર ની શોધખોળ આદરેલ.

જેથી જેલ હવાલે રહેલ આરોપી વિનોદભાઈ રણછોડભાઈ ડઢાણીયાએ પોતાના વકીલ  રૂપરાજસિહ પરમાર મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ.

જે જામીન અરજીનો વિરોધ પોલીસે સોગંદનામા દ્વારા તથા સરકાર પક્ષે મૌખિક દલીલો દ્વારા કરવામાં આવેલ કે અનૈતિક વેપાર (પ્રતિબંધ) અધીનીયમ (ઈમ્મોરલ ટ્રાફીક પ્રીવેન્શન એકટ)નો ગંભીર ગુનો છે

જે આ જીવન સજાની જોગવાઈ તેમજ આ પ્રકારના બનાવની સમાજ ઉપર ખુબજ ખરાબ અસર જોતા જમિન રદ કરવા વિનંતી કરેલા.

જયારે બચાવ પક્ષે આરોપી ના વકીલ રૂપરાજસિહ પરમાર વિવિધ હાઈકોર્ટના ચુકાદા ટાકી આરોપી વિનોદભાઈને જામીન મુકત કરવા દલીલો કરેલ.

જેથી ઉપપક્ષોની રજુઆતો કાયદાકીય જોગવાઈઓ તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ રાજકોટના એડીશનલ સેસન્સ જજની પ્રશાંત જૈનએ આરોપી વિનોદભાઈ રણછોડભાઈ ડઢાણીયાની રેગ્યુલર જામીન અરજી તા. 9/07/2021 ના રોજ મંજુર કરેલ છે.

Read About Weather here

આ કામે આરોપી વિનોદભાઈ ડઢાણીયા વતિ રાજકોટના પ્રખ્યાત એડવોકેટ રૂપરાજસિહ પરમાર તથા અજીત પરમાર ભરત સોમાણી હુસેનભાઈ હેરંજા રોકાયેલ હતા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here