યુનિવર્સિટીના બીસીએનાં પેપર ઓનલાઈન, બાકીના પ્રશ્નપત્ર રૂબરૂ જ મોકલાશે!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
13 ડિસેમ્બરથી યુનિવર્સિટીની જુદા-જુદા કોર્સની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે આ પરીક્ષામાં પણ માત્ર બીસીએ સેમેસ્ટર-1ની પરીક્ષા જ QPDS (Question Paper Delivery System)થી લેવાશે જ્યારે બાકીના તમામ પેપર કેન્દ્રો ઉપર રૂબરૂ મોકલીને પરીક્ષા લેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

13મીની પરીક્ષામાં પણ માત્ર એક કોર્સ સિવાય બાકીના પેપર ઓફલાઈન મોકલાશે. બીસીએ સેમેસ્ટર-1ના પેપરને લઈને યુનિવર્સિટીએ કોલેજોને પરિપત્ર કરીને સારી સ્પિડના પ્રિન્ટર અને સ્ટેશનરીનો સ્ટોક રાખવા જણાવાયું છે.

યુનિવર્સિટીએ પરિપત્રમાં જણાવ્યું છે કે 13મીથી શરૂ થતી પરીક્ષાનાં તબક્કાના પ્રશ્નપત્રો QPDS પદ્ધતિથી પરીક્ષા શરૂ થવાના 60 મિનિટ પહેલા પરીક્ષા કેન્દ્રોને પ્રોટેક્ટેડ પાસવર્ડ સાથેની ફાઈલ મોકલાશે.પરીક્ષા કેન્દ્રોએ પરીક્ષાર્થીની સંખ્યા મુજબના પ્રશ્નપત્રો ડોટ મેટ્રિક પ્રિન્ટર સિવાયના સારી સ્પિડ ધરાવતા પ્રિન્ટરનો ઉપયોગ કરીને સમયસર પ્રિન્ટ કરીને જરૂરિયાત મુજબ સેટ બનાવીને પરીક્ષાર્થીઓને નિર્ધારિત સમયે આપવાના રહેશે. પ્રિન્ટર, ઈન્ટરનેટ, વીજળી વગેરેમાં વિક્ષેપ આવે તો તેની વૈકલ્પિક વ્યવસ્થા અગાઉથી કરવાની રહેશે.

Read About Weather here

સ્ટેશનરીનો સ્ટોક રાખવાનો રહેશે. ઈ-મેલમાં આવેલ પ્રશ્નપત્ર પાસવર્ડ દ્વારા ખોલવાથી લઈ પ્રિન્ટ સુધીની તમામ કાર્યવાહીનું રેકોર્ડિંગ યુનિવર્સિટી દ્વારા માંગણી મુજબ રજૂ કરવાનું રહેશે. બીસીએ સેમેસ્ટર-1 સિવાયની પરીક્ષાના પ્રશ્નપત્રો હાર્ડ કોપીમાં (સીલબંધ કવરમાં) મોકલાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here