યુદ્ધમાં રશિયા ક્રૂર બન્યું…!

યુદ્ધમાં રશિયા ક્રૂર બન્યું…!
યુદ્ધમાં રશિયા ક્રૂર બન્યું…!
આ દરમિયાન હવે યુક્રેનના કોઈને કોઈ વિસ્તારમાંથી ભયાનક તસવીરો સામે આવી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 40 દિવસ પછી પણ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં કિવ, ખારકિવ, બૂચા અને મારિયુપોલ શહેર બરબાદ થઈ ગયા છે. આ યુદ્ધમાં સતત નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે અને તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.  તાજેતરમાં જ યુક્રેનના સંસદ સભ્ય લીજિયા વાસિલેંકે આરોપ લગાવ્યો છે કે, રશિયન સૈનિકો છોકરીઓ સાથે દુષ્કર્મ કરીને તેમની હત્યા કરી રહ્યા છે. તે ઉપરાંત મૃતદેહો પર ડામ આપીને સ્વસ્તિકના નિશાન બનાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

સોમવારે ટ્વિટ કરીને મહિલા સાંસદે કહ્યું છે કે, રશિયન સૈનિકો 10 વર્ષની બાળકીઓને પણ નથી છોડતા અને તેમની સાથે પણ દુષ્કર્મ કરી રહ્યા છે.લીજિયાએ તેમની એક ટ્વિટમાં કહ્યું છે કે, રશિયન સૈનિકો લૂટ-ફાંટ, રેપ અને હત્યાઓ કરી રહ્યા છે. મહિલાઓના શરીર પર સ્વસ્તિક આકારના ડામ આપવામાં આવી રહ્યા છે. રશિયન માતાઓએ જેમને મોટા કર્યા છે તે રશિયન પુરુષોએ આ બધુ કર્યું છે. રશિયા અનૈતિક ગુનાખોરીનો દેશ છે.

લીજિયાએ તેમની અન્ય એક ટ્વિટમાં ડામ આપીને સ્વસ્તિકનું નિશાન બનાવેલી તસવીર શેર કરીને લખ્યું છે કે, આ મહિલાનો રેપ કરીને તેની હત્યા કરવામાં આવી છે. શરીર પર પીડા આપ્યાના નિશાન પણ છે. મારી પાસે શબ્દો નથી. મારુ મગજ ગુસ્સા, ડર અને નફરતના કારણે કામ કરતું બંધ થઈ ગયું છે.લીજિયા વાસિલેકં યુક્રેનના લિબરલ હોલોસ પાર્ટીના નેતા છે. તેઓ તેમના ટ્વિટર પોસ્ટ પરથી સતત ચોંકવનારી પોસ્ટ કરી રહ્યા છે. રશિયા વિશે આ દાવો તેમણે ત્યારે કર્યો છે જ્યારે રશિયા પર યુદ્ધ અપરાધ અને નરસંહાર જેવા આરોપ લગાવવામાં આવ્યા છે.

આ સમયે દુનિયાના તમામ દેશો બૂચા શહેરમાં થયેલી દુર્ઘટનાના કારણે રશિયા ઉપર ગુસ્સે છે. અહીં 300થી વધારે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે. ઠેર-ઠેર લોકોના મૃતદેહો અને ખોદેલી કબરો દેખાય છે.રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન વધુ એક ચોંકવનારી તસવીર સામે આવી છે. આ તસવીરમાં ડાયપર પહેરેલી એક નાનકડી બાળકીની પીઠ દેખાય છે. તેની પીઠ પર બાળકીનું નામ વેરા મરોવી લખ્યું છે. આ ઉપરાંત તેની પીઠ પર તેના ઘરનું એડ્રેસ અને ફોન નંબર પણ લખ્યો છે. આ બધુ તેની માતા સાશા મકોવીએ લખ્યું છે.

બાળકીની પીઠ પર આ બધુ એટલે લખ્યું છે કારણકે જો બાળકીની માતાનું રશિયન હુમલામાં મોત થઈ જાય તો બાળકની ઓળખ થઈ શકે અને તેને કોને સોંપવી તે પણ સામેની વ્યક્તિને ખબર હોય.આ વાયરલ તસવીર કિવની જર્નાલિસ્ટ અનાસ્તાસિયા લૈપટિનાએ ટ્વિટ કર્યો છે. જર્નાલિસ્ટે આ તસવીર ટ્વિટ કરતા લખ્યું છે કે, યુક્રેની માતાઓ તેમના બાળકોના શરીર પર પરિવારના નંબર લખી રહી છે. તેથી જો તેમના માતા-પિતાનું રશિયન હુમલામાં મોત થઈ જાય અને બાળકો બચી જાય તો, અને યુરોપ હજી ગેસ મુદ્દા પર ચર્ચા કરી રહ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુદ્ધ અપરાધનો કેસ ચલાવવાની અપીલ કરી છે અને કહ્યું છે કે, યુક્રેનમાં અત્યાચારની ખબરો વચ્ચે હવે તેઓ વધુ પ્રતિબંધો ઈચ્છે છે. બાઈડને કહ્યું છે કે, તમે જોયું કે બુચામાં શું થયું છે. પુતિન ક્રૂર અને યુદ્ધ અપરાધી છે.બાઈડને કહ્યું છે કે, અમે યુક્રેનને તે હથિયાર આપવાનું ચાલુ રાખીશું જેની તેમને યુદ્ધમાં જરૂર છે.

Read About Weather here

રશિયા છેલ્લાં 41 દિવસથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. અહીં ઈમારતો ખંડેર થઈ ગઈ છે. એક બાજુ સળગેલા વાહનો દેખાય છે. રસ્તાઓ પર લાશો પડી છે. યુક્રેનમાં હવે એવું કદાચ જ કોઈ શહેર હશે જે હુમલામાં બચ્યું છે.અમે બુચાની વિસ્તૃત માહિતી મેળવી રહ્યા છીએ જેથી તે વિશે ચોક્કસ કહી શકાય કે પુતિન પર યુદ્ધ અપરાધનો કેસ ચલાવી શકાય એમ છે કે નહીં. બાઈડને કહ્યું કે, બુચામાં જે થયું તે ક્રૂર છે અને દરેક લોકોએ તે જોયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here