પાઇલોટ પ્લેનને સંભાળે છે અને ફરી પ્રયાસ કરે છે. જો કે, આ વખતે બંને ટાયર વારાફરતી જમીનને સ્પર્શે છે અને ટાયર ઘસાવાને કારણે ધુમાડો નીકળવા લાગે છે. બ્રિટિશ એરવેઝનું એક વિમાન બ્રિટનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડિગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થતા બચી ગયું હતું. જે સમયે વિમાનના પાઇલટે એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કર્યો તે સમયે કોરી વાવાઝોડાંના કારણે 90 mph (લગભગ 144 kph)ની ઝડપે પવન ફૂંકાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એરબસ-A321નું ટાયર જમીનને ટચ કરતાની સાથે જ તેનું સંતુલન બગડી જાય છે.પ્લેન એક બાજુએ નમી જાય છે. ત્યારપછી પાઈલટ પોતાનો વિચાર બદલીને પ્લેનને હવામાં લઈ જાય છે, પરંતુ આ દરમિયાન પ્લેનનો પાછળનો ભાગ રનવેને સ્પર્શે છે. સદનસીબે કોઈ ગંભીર અકસ્માત થયો ન હતો.આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.
Read About Weather here
યુઝર્સ છેલ્લી ક્ષણે પાઈલટની બુદ્ધિમત્તા અને પ્લેનને ફરી ટેકઓફ કરવાના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. પ્લેનમાં કેટલા લોકો હતા તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તમામ લોકો સુરક્ષિત છે.બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે, કંપનીના તમામ પાઇલટ ભારે હવામાનમાં પરિસ્થિતિને સંભાળવા માટે ઉચ્ચ પ્રશિક્ષિત છે. આ જ કારણ છે કે તેમણે પ્લેનમાં સવાર તમામ લોકોને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here