તારામંડળના બિલ્ડીંગનું રિનોવેશન કરી ફરી શરૂ કરો
મહાનગરપાલિકા હસ્તક રેસકોર્ષ અંદર આવેલ તારામંડળના બિલ્ડીંગનું રીનોવેશન કરી પુન:શરૂ કરવા સંદર્ભ ડે.મેયર ડો. દર્શીતાબેન શાહે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
રજૂઆતમાં જણાવેલ છે કે મહાનગર પાલિકા હસ્તક રેસકોર્ષની અંદરના ભાગમાં તારામંડળ આવેલ છે. આ તારામંડળ દ્વારા શાળાના બાળકો, શહેરના બાળકો તેમજ શહેરીજનોને અવકાશી સમજ તેમજ ખગોળીય જ્ઞાન મળી રહે તે માટે કાર્યરત છે.
તારામંડળમાં આકાશ, નક્ષત્ર, તારાઓ, દિશાઓ, સ્કાય રીડીંગ જેવી વિવિધ માહિતી તજજ્ઞ દ્વારા આપવામાં આવે છે. પરંતુ, છેલ્લે લાંબા સમયથી આ તારામંડળ બંધ છે.
આ તારામંડળનું બિલ્ડીંગ જુનું હોઈ, રીનોવેશન કરવુ જરૂરી છે. તેમજ તારામંડળમાં રહેલ મશીન (પ્રોજેકટર) જે જુનું છે તે અપડેટ કરવું તથા એ.સી. રીપેરીંગ કામ કરવું, લાઈટીંગ તથા દીવાલોને કલરકામ કરી વોટરપ્રૂફિંગ કરવું જરૂરી છે.
તેમજ તારામંડળમાં બેસવાની ખુરશીઓને પણ જરૂર જણાયે રીપેરીંગ કરવી જરૂરી છે. જેથી શહેરીજનો અને બાળકોને વધુ સારી સુવિધા મળી રહે. વધુમાં ડે.મેયર ડો. દર્શીતાબેન શાહે વધુમાં જણાવેલ છે
Read About Weather here
કે, શહેરીજનો માટે અને ખાસ બાળકો અવકાશી માહિતી વિશે વધુ માહિતગાર થાય તે ધ્યાને લઈ, તારામંડળના બિલ્ડીંગનું રીનોવેશન કરી સત્વરે પુન:શરૂ કરવા રજુઆત કરેલ છે.(1.16
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here