મોરબી રોડ પર દારૂ-બિયર ભરેલું આઈસર પકડાયું

દારૂ-બિયર ભરેલું આઈસર
દારૂ-બિયર ભરેલું આઈસર

એસ.ઓ.જી ની ટીમે આઈસરનું પાયલોટીગ કરતા બે શખ્સો સહિત ત્રણની ધરપકડ કરી રૂ. 11.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

શહેરમાં દારૂ-બિયરનું વેચાણ કરતા બુટલેગરો સક્રિય બન્યા છે. ત્યારે દારૂની બદીને નસ્ત નાબુદ કરવા પોલીસે પણ કમર કસી છે. ગઈકાલે એસ.ઓ.જી ની ટીમે મારવાડી કોલેજ પાસેથી 101 પેટી દારૂ ભરેલા બોલેરો જીપને પકડી પડ્યા બાદ એસ.ઓ.જી ની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે મોરબી રોડ પર બેડી ગામથી ગ્રીનલેન્ડ ચોકડી તરફનાં રસ્તે રોડ રોઝ હોટલ પાસેથી દારૂ-બિયર ભરેલા આઈસરનું પેટ્રોલિંગ કરતા બે શખ્સો સહિત ત્રણની ધરપકડ કરી રૂ.11.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

મોરબી રોડ પર દારૂ-બિયર ભરેલું આઈસર પકડાયું દારૂ-બિયર
આ અંગેની વિગત મુજબ એસ.ઓ.જી નાં પી.આઈ આર.વાય.રાવલની સુચનાથી પી.એસ.આઈ એમ.એસ.અંસારી સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમી મળતા પોલીસે બેડી ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી તરફનાં મોરબી રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બે શખ્સો એક આઈસર ટ્રેક નંબર GJ-10 Z-5175 નું પેટ્રોલિંગ કરતા જતા હોય પોલીસે પેટ્રોલિંગ કરતા બે શખ્સો સહિત આઈસરને અટકાવી તપાસી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાંડની દારૂની બોટલ નંગ 432 તથા બિયરનાં ટીન નંગ 288 કિંમત રૂ.361500 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે આજીડેમ ચોકડી પાસે શિવમ પાર્કમાં રહેતો સંજય છગન ડોબરીયા, ભાડલા ગામનો મહેશ વાઘજી સરવૈયા તથા સુરતમાં હજીરા રોડ પર રહેતો મનીષ લવજી સાવલીયા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી આઈસર અને દારૂ-બિયરનો જથ્થા કુલ રૂ.11,97,500 નો કબજે કરી તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here